પતિને કામવાળી સાથે થઇ ગયો પ્રેમ, તો પત્નીને ઘરમાંથી બહાર તગેડી દીધી અને પછી...
પતિ પત્ની અને વો ના કિસ્સા અવાર નવાર સામે આવે છે. ત્યારે અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને પોતાના ઘરમાં કામ કરનાર એક મહિલા સાથે પ્રેમ થઇ ગયો અને તે વ્યક્તિએ કામવાળી સાથે રહેવા માટે પોતાની પત્નીને ઘરમાંથી તગેડી મુકી છે. આ ઉપરાંત પતિ અને કામવાળી પત્નીને પરેશાન કરતાં હોવાથી પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સમાચારોના અનુસાર અમદાવાદના પૂર્વી ક્ષેત્રમાં કૃષ્ણનગરમાં એક પરણિત મહિલા પોતાના પરિવાર સાથે રહેતી હતી. મહિલાના લગ્ન 7 વર્ષ પહેલાં થયા હતા. લગ્નના 7 વર્ષ બાદ મહિલાના પતિને એક મહિલા સાથે પ્રેમ થઇ ગયો. આ મહિલા બીજું કોઇ નહી પરંતુ ઘરકામ કરનાર કામવાળી હતી.
જ્યારે મહિલાને આ અંગે ખબર પડી તો તેણે પતિને કામસાથે સાથે પ્રેમ સંબંધ ન રાખવાની વાત કહી. પરંતુ પતિએ પોતાની પત્નીની વાત ન માની અને નોકરાણીને રાખવા માટે પત્ની પર સતત દબાણ નાખ્યું હતું. એક દિવસ પતિએ તમામ હદ પાર કરી દીધી અને રાત્રે કામવાળી સાથે ઉંઘવા જવાની વાત કહી. આ સાંભળીને પરણિતા પરેશાન થઇ ગઇ અને પોતાના પતિ સાથે ઝઘડો કરવા લાગી. ક્રોધે ભરાયેલા પતિએ પત્ની સાથે મારઝૂડ કરી અને રાત્રે ઘરમાંથી બાહર કાઢી મુકી.