મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 મે 2021 (09:14 IST)

14 વર્ષના કિશોરે પોતાના 5 મિત્રો સાથે મળીને માતાને પ્રેમીને ખતમ કરવાનો બનાવ્યો પ્લાન

અમદાવાદની રહેવાસી એક પરણિતા થોડા વર્ષ પહેલાં પોતાના પ્રેમી સાથે બે બાળકોને લઇને ભાગી ગઇ હતી પરંતુ તેણે પ્રેમીના વિવાહિત બે બાળકોને પોતાના સંતાનનો પ્રેમ ન આપ્યો. તે બંને બાળકો પ્રત્યે નફરતનો ભાવ રાખતી હતી. જ્યારે પ્રેમિકા મહિલા પ્રેમી સાથે ભાગી ગઇ ત્યારે બાળકોની ઉંમર નાની હતી પરંતુ ધીમે ધીમે બાળકો મોટા થતા ગયા અને તે કિશોરવસ્થામાં પહોંચી ગયા. તેમાંથી એક બાળક સલમાન (નામ બદલેલ છે)એ માતાના પ્રેમીની હત્યા કરી દીધી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે. 
 
વાત એમ છે કે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં કેવિકો મિલ કમ્પાઉન્ડમાં એક યુવકની હત્યા થયેલી લાશ મળી હતી. તેના શરીર પર લોકોએ ચાકુ વડે ઘા માર્યા હતા અને નિર્દયાપૂર્વક હત્યા કરી હતી. તપાસ દરમિયાન પોલીસે એક 14 વર્ષીય કિશોરને પકડી પાડ્યો ત્યારબાદ આ ઘટનામાં સામેલ તમામ નાની ઉંમરના છોકરાઓને પકડી લેવામાં આવ્યા હતા. 
 
તપાસમાં જાણવા મળ્યું કે સલમાન નામનો છોકરો જ્યારે 4 વર્ષનો હતો ત્યારે 4 વર્ષનો હતો ત્યારે તેની માતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. તેની સાથે તે ભાગી હતી તે મોહમંદ રફીક રિયાઝ પઠાણ ક્યારેય બાળકોને પ્રેમ કરતો ન હતો. એટલું જ નહી બાળકો સાથે મારઝૂડ પણ કરતો હતો અને અપમાનિત પણ કરતો હતો. જેથી બાળકોને શરમમાં મુકાવવું પડતું હતું. તેમાંથી એક બાળક સલમાન 14 વર્ષનો થઇ ગયો હતો. તેના મનમાં ધૃણા થઇ ચૂકી હતી. તેણે એક દિવસ પોતાના મિત્રો સાથે મીટિંગ કરી હતી પોતાના સાવકા પિતાને રસ્તામાંથી હટાવવાનો પ્લાન પણ બનાવી લીધો.
 
સલમાને પોતાના પોતાને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું અને હથિયાર ભેગા કરી લીધા હતા. પ્લાન અનુસાર જ્યારે મોહંમદ રફીક ઘટનાસ્થળ પર પહોંચ્યો ત્યારે તેમણે હુમલો કરી દીધો અને જ્યાં સુધી તે મરી ન ગયો ત્યાં સુધી હુમલો કરતો રહ્યો.