ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 જૂન 2023 (00:36 IST)

બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી સર્જી, 940 ગામોમાં થાંભલા ઊખડી ગયા

Cyclone Gujarat
ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી એ ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી. વડાપ્રધાન એ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્ય પ્રાણીઓની સલામતીની પણ વ્યવસ્થાની પૃચ્છા કરી તે અંગે પણ ચિંતા કરી હતી
 
- ગુજરાત સાથે બિપરજોય વાવાઝોડું ટકરાયું, અડધી રાત સુધી લૅન્ડફોલ ચાલુ રહેશે, છથી સાત કલાક સુધી ચાલુ રહેશે પ્રક્રિયા.
- ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ હતું કે, "કચ્છમાં પવનની ગતિ 108 કિલોમિટર પ્રતિ કલાકની આસપાસ રહી"
- બિપરજોય વાવાઝોડાને લીધે અત્યાર સુધીમાં 940 ગામોમાં વીજથાંભલા પડી ગયા
- બિપરજોય વાવાઝોડાને લીધે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ
- ગુજરાતમાં હજૂ સુધી કોઈ માનવ મૃત્યુના સમાચાર નહીં
- 22 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા
- કચ્છમાં 3 ઈંચ વરસાદ પડયો
- વાવાઝોડાથી 23 પશુઓના મોત
- 40 ગામમાં વીજપોલ થયા ધરાશાયી
- 524 વૃક્ષો થયા ધરાશાયી