બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 મે 2021 (23:13 IST)

Cyclone Tauktae LIVE Updates:ભારે પવનને પગલે સોમનાથ હાઇવે પર વાહનવ્યવહાર બંધ , 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે

ગીર સોમનાથ માં સેનાના જવાનો દ્વારા રેફ્યુ ની કામગીરી

રેલવેએ સોમવારે કહ્યુ કે ટાઉતેના મજબૂત થઈને વિકરાળ ચક્રવાતી તોફાન' નુ રૂપ ધરવાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ દળ અને વાહન એકદમ તૈયાર છે.  અરબ સાગરમાં ઉઠેલા ચક્રવાતીય તોફાનને કારણે મુંબઈમાં સોમવારે બપોરે 114 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આંધી ચાલી. ત્યાના નગર નિકાય અધિકારીઓએ આ માહિતી અઅપી ભારત હવામાન વિભાગ (આઈએમડીએ સોમવારે જણાવ્યુ કે વાવાઝોડુ ટાઉતે 'વિકરાળ ચક્રવાતી તોફાન'માં બદલાય ગયુ છે અને સાંજ સુધી તે ગૂજરાતના તટ સુધી પહોંચવાનુ અનુમાન છે. 
 
ભારતીય હવામાનવિભાગના જણાવ્યા અનુસાર 'તૌકાતે' વાવાઝોડાનું કેન્દ્ર હાલમાં લક્ષદ્વીપ છે, જે શનિવારે સવારથી વધુ તીવ્રતાથી આગળ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ પર તૌકતે વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે અને એની અસર રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જોવા મળી શકે છે.
 
હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ 17 તારીખે સાંજે અરબ સાગરમાં સર્જાયેલું તૌકતે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકી શકે છે.
 
જેની સૌથી વધારે અસર પોરબંદર અને ભાવનગર જિલ્લાને થવાની શક્યતા છે, આ સાથે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે.
 
વાવાઝોડાના સંકટ વચ્ચે લોકોનાં મનમાં ભયની સાથે કેટલાક સવાલો પણ ઊઠી રહ્યા છે, 
 

11:00 PM, 17th May
 
તૌકતે વાવાઝોડાનો રૂટ મેપ હવામાન વિભાગ દ્વારા તેમની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.
 
અરબ સાગરમાંથી ગુજરાત તરફ આગળ વધી રહેલું આ વાવાઝોડું દીવ, ભાવનગર, પોરબંદરનાં દરિયાકાંઠાને અસર કરી શકે છે.
 
જે બાદ તેની અસર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે.

વાવાઝોડાના પગલે 4 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થયાના અહેવાલ છે.


10:58 PM, 17th May
ભારત સરકારના હવામાન વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વાવાઝોડાંનું કેન્દ્રબિંદુ હાલ દીવના પૂર્વ અને દક્ષિણ-પૂર્વના વિસ્તારમાં 35 કિલોમિટરના અંતરે છે.
 
તે આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી પસાર થશે.
 
વાવાઝોડાના લૅન્ડફૉલની પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી કેટલાક સમય સુધી ચાલુ રહેશે.
 
ભારત સરકારના હવામાન વિભાગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે દીવમાં 133 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
 
 
સમાચાર સસ્થા પીટીઆઈ અનુસાર વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ અધિકારીઓ અને એનડીએમએની બેઠક બોલાવી છે.
 
જેમ-જેમ વાવાઝોડું પશ્ચિમના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું તેમ-તેમ વહીવટી તંત્રની ચિંતા પણ વધી રહી છે.
 
ભારતીય નૅવીએ વહીવટી તંત્રને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
 
નૅવીએ ટ્વિટમાં કહ્યું છે કે, "ભારતીય નૅવીનાં જહાજો, હેલીકૉપટરો, ડાઇવરો અને રાહત ટીમો પશ્ચિમી દરિયાકાંઠાની મદદ કરવા તૈયાર છે."
ચક્રવાતની આંખ શુ હોય છે ? કેવી રીતે નક્કી થાય છે તેની તીવ્રતા અને 

10:03 PM, 17th May
ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર આ 4 જિલ્લાને વિશેષ અસર થશે CycloneTaukte ની.....
 
આ જિલ્લાઓમાં 150km/hr ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. - CM રૂપાણી..

તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાયું.....
 
ગુજરાતના સોમનાથ,વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન.....


10:03 PM, 17th May
તાઉતે વાવાઝોડાની અસરને કારણે અમરેલીના ઝાફરાબાદ અને પીપાવાવ કિનારે અત્યારે જોરદાર પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.....
 
દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ પણ વધી રહી છે.જેને પગલે NDRF ની ટીમો અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ખસેડવા માટે કામ કરી રહી છે...

10:03 PM, 17th May
અમરેલી- રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં વાવાઝોડાને લઈને ગંભીર સ્થિતિ થઈ શકે છે.....
 
વાવાઝોડાએ તોફાની રૂપ ધારણ કર્યું.....
 
તોફાની પવન સાથે પડી રહ્યો છે વરસાદ.....
 
ગામડાઓમાં વીજપૂરવઠો પણ અસર કરી શકે છે.....
 
આવી જ સ્થિતિ રહી તો ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે.....
 
રાજુલા શહેરમાં વૃક્ષો ધરાશય થયા.....

10:02 PM, 17th May
હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત.....
 
તાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાં કાંઠે ટકરાયું.....
 
4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી.....
 
આગામી બે કલાકમાં લેંડફોલની પ્રક્રિયા થશે...

10:02 PM, 17th May
ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર શરૂ.....
 
ઉનાનાં નવાબંદર વિસ્તારમાં 2 મકાન ધરાશાયી.....
 
ભારે પવનના કારણે 2 બોટની જળસમાધી..

09:54 PM, 17th May
વલસાડ જિલ્લાના દરિયા કિનારે તોફાની માહોલ, દરિયામાં રાત્રે જોવા મળ્યો કરંટ. કિનારાના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ. 

09:53 PM, 17th May
રાજ્યમાં વાવાઝોડાની અસર શરૂ, દીવ અને ઉના વચ્ચે ટકરાયું તૌકતે, અનેક જગ્યાએ ભારે વરસાદ
ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડું રાજ્યની નજીક આવી રહ્યું છે. ત્યારે તૌકતે વાવાઝોડું દક્ષિણપૂર્વ દીવથી 70 કિમી. દૂર છે. જેને લઇને ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે


09:17 PM, 17th May

- વેરાવળ , સોમનાથ , ઉના , કોડીનાર પંથકમાં 80 થી 130 ઝડપે પવન ફૂંકાય રહ્યો છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થયા


09:10 PM, 17th May
- તાઉતે વાવાઝોડાની અસરને કારણે અમરેલીના ઝાફરાબાદ અને પીપાવાવ કિનારે અત્યારે જોરદાર પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ પણ વધી રહી છે.જેને પગલે NDRF ની ટીમો અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ખસેડવા માટે કામ કરી રહી છે

-  - વાવાઝોડાના પગલે 4 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
- તાઉ તે વાવાઝોડાના પગલે નવસારી જિલ્લામાં પવનના સુસવાતા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાંઠા વિભાગના 16 ગામોમા સાવચેતીના પગેલ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનામાં ભારે પવનના કારણે 200 જેટલા વૃક્ષો ધારાશાયી થતા વીજ પૂરવઠો ખોરવાયો છે.

09:00 PM, 17th May
- અમદાવાદમાં ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. રાત્રીના સવા આઠ વાગ્યે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. આ દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે. મહત્ત્વપૂરણ છે કે વાવાઝોડું ગમે તે ઘડીએ ગુજરાત પર ત્રાટકી શકે છે.

08:57 PM, 17th May
- ભારતીય હવમાનાવિભાગનું કહેવું છે કે વાવાઝોડાનું લૅન્ડફોલ શરૂ થઈ ચૂક્યું છે અને આ પ્રક્રિયા બે કલાક સુધી ચાલશે.
 
- તાઉ તે વાવાઝોડાના પગલે નવસારી જિલ્લામાં પવનના સુસવાતા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાંઠા વિભાગના 16 ગામોમા સાવચેતીના પગેલ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનામાં ભારે પવનના કારણે 200 જેટલા વૃક્ષો ધારાશાયી થતા વીજ પૂરવઠો ખોરવાયો છે.