શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 18 મે 2021 (06:07 IST)

વાવાઝોડામાં અપાતા સિગ્નલનો શુ છે મતલબ ? વાવાઝોડુ નજીક આવતા ભયજનક 11 નંબરના સિગ્નલ લગાવાયા જાણો તેનો શુ છે મતલબ

દરિયાકિનારે વાવાઝોડાની ચેતવણી માટે હંમેશા અલગ-અલગ નંબરના સિગ્નલ રાખવામાં આવે છે. ભારતમાં દિવસ અને રાત માટે જુદા જુદા સિગ્નલોનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં દિવસે સિલિંડર અને 
કોનનો ઉપયોગ કરવામાં આવે છે અને રાત્રે લાલ અને સફેદ લૈપનો ઉપયોગ કરવામાં આવે છે.. 'તાઉ-તે' વાવાઝોડું ગુજરાતના કાંઠે આજે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે આશરે 155થી 165 
કિમીની ઝડપે ટકરાશે. હાલમાં વાવઝોડું દીવથી 250 કિલોમીટર અને વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. એને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન રાજ્યમાં રેડ અલર્ટ 
જાહેર કરવામાં આવ્યું છે. જોકે મોટા ભાગના લોકોને આ સિગ્નલ કેમ છે અને શું કામ કરે છે એ અંગે જાણકારી નથી. આ અહેવાલના માધ્યમથી આજે તમને બંદરો પર લાગેલા 1થી 12 સિગ્નલ વિશે કેટલીક 
જાણકારી આપી રહ્યા છીએ.
 
સિગ્નલ 1 - સમુદ્રથી દૂર સ્થિત ઓછા દબાણ વાળા વિસ્તારમાં આ લાગૂ હોય છે. જ્યાં સપાટી હવા 60 કિમી  પ્રતિ કલાકની ઝડપે હોય છે. આ સિગ્નલનો મતલબ કે પોર્ટ કે બંદર પ્રભાવિત નહી થશે પણ હવાની ઝડપ થોડી તીવ્ર થવાની ચેતવણી અપાય છે. 
 
સિગ્નલ2 - 60-90 કિમી પ્રતિ કલાકની ઝડપે હવાના કારણે સમુદ્રથી દૂર ડિપ્રેશન બની જાય છે.  આ સિગ્નલ વહાણો માટે હોય છે કે બંદરોથી હટાવી નાખો. 
 
સિગ્નલ 3 - તેનો મતલબ હોય છે કે ડિપ્રેશન બની ગયો છે અને બંદરને પ્રભાવિત કરી શકે છે. 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે હવાઓની સાથે બંદર પર  વાવાઝોડું આવવાની શકયતા છે. 
 
સિગ્નલ 4 - સમુદ્રમાં ગાઢ ડિપ્રેશન હોવાના કારણે બંદર પ્રભાવિત થવાની શકયતા છે. 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે હવાઓ ચાલશેૢ આ સિગ્નલનો સંકેત છે બંદર પર ઉભેલા વહાણોને ખતરો છે. બંદર પર 
ખરાબ મૌસમ માટે સિગ્નલ 3 કે 4નો પ્રયોગ હોય છે. 
 
સિગ્નલ 5- ચક્રવાતી વાવાઝોડુંમાં ખૂબ દબાણના સંકેત આપનાર આ સિગ્નલ જણાવે છે કે હવાઓ 60-80  કિમી પ્રતિ કલાકની ઝડપ થશે જે બંદરના ડાબી બાજુ કિનારાને પાર કરી શકે છે. 
 
સિગ્નલ 6- સિગ્નલ 5ની જેમ જ છે પણ તેમાં વાવાઝોડું બંદરની જમણી બાજુથી કિનારાને પાર કરવાના સંકેત હોય છે. 
 
સિગ્નલ 7- સિગ્નલ7નો મતલબ છે ચક્રવાતી વાવાઝોડું બંદરની નજીક કે પૂર્ણ રૂપે કિનારાને પારત કરતો વધશે. સિગ્નલ 5, 6 અને 7 બંદર માટે ખતરાની તરફ ઈશારો કરે છે. 
 
સિગ્નલ 8 - આ ખૂબ ખતરનાક ચેતવણી છે જેનો મતલબ છે કે હવે ખૂબ ગંભીર રૂપથી સાઈક્લોન બંદરની ડાબી તરફથી અગળ વધશે. આ વાવાઝોડુંમાં ચાલતી હવાની ઝડપ 90 થી 120 કિમી દર કલાકે થશે. 
 
સિગ્નલ 9- સિગ્નલ 8ની રીતે જ આ ખૂબ ખતરનાક ચેતવણી છે જેનો મતલબ છે કે ખૂબ ગંભીર રૂપથી સાઈક્લોન બંદરની જમણી બાજુથી આગળ વધશે. 
 
સિગ્નલ 10- સિગ્નલ 8 અને 9 પછી આ સિગ્નલ વધુ ખતરનાક છે જેનો મતલબ છે કે ખૂબ ગંભીર રૂપથી સાઈક્લોન બંદરના ઉપરથી કે તેના નજીક સુધી આવશે. હવાવી ઝડપ 220 કિમી દર કલાકે કે તેનાથી પણ 
વધારે થઈ શકે છે. 
 
સિગ્નલ 11- તેનો મતલબ પણ સાઈક્લોન વાર્નિંગ ઑફિસની પાસે બધા કમ્યુનિકેશમ ફેલ થઈ ગયા છે