રવિવાર, 2 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 30 જુલાઈ 2021 (13:39 IST)

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંઘિયાએ ગુજરાતને આપી ભેટ, હવે ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે રોજ કરી શકશે હવાઈ મુસાફરી

Daily flight connecting Gujarats Bhavnagar
ગુજરાત સહિત દેશના દરેક રાજ્યના ખૂણે ખૂણાને હવાઈ સેવાઓ સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ હેઠળ હવે ગુજરાત (Gujarat) ના ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે ફ્લાઇટ્સ (Bhavnagar to Delhi-Mumbai Flight) શરૂ કરવામાં આવી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Civil Aviation Minister Jyotiraditya Scindia) એ ગુરૂવારે જણાવ્યું હતું કે 20 ઓગસ્ટથી પહેલીવાર ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઇ માટે રોજની ફ્લાઇટ્સ શરૂ થશે.

 
સિંધિયાએ ટ્વિટ કરીને કહ્યુ કે, “નવી દિલ્હીથી ભાવનગર વચ્ચે 20 ઓગસ્ટથી પહેલીવાર રોજની ફ્લાઈટનુ સંચાલન શરૂ થશે.  આ સાથે, મુંબઈ-ભાવનગર વચ્ચેની ફ્લાઈટ પણ 20 ઓગસ્ટથી શરૂ થશે. "તેમણે કહ્યું કે આને લીધે ભાવનગરના નાગરિકો માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે મુસાફરી સરળ થઈ જશે. જોકે, તેમણે આ સ્પષ્ટ કર્યું નથી કે આ રૂટ પર કઈ એરલાઇન્સ ફ્લાઇટ્સનું સંચાલન કરશે.