શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 જુલાઈ 2021 (11:06 IST)

ખજાનાની શોધમાં 1200 વર્ષ જૂના શિવ મંદિરમાં ચોરોનું કર્યું ખોદકામ

સુરેન્દ્રનગર જિલ્લામાં આશ્વર્યજનક કિસ્સો સામે આવ્યો છે. થાનગઢ તાલુકના દૂરસ્થળ વિસ્તારમાં સ્થિત 1200 વર્ષ જૂના શિવમંદિરમાં ખજાનો છુપાયેલો હોવાની અફવાઓને સાચી માનીને કેટલાક અજાણ્યા લોકોએ મંદિરના ગર્ભમાં શિવલિંગ હટાવીને ખોદકામ શરૂ કર્યું. પોલીસ કેસની તપાસ કરી રહી છે. હાલ કોઇના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ નથી. 
 
થાનગઢ પોલીસના ઇન્સ્ટેક્ટર એમડી ચૌધરીએ જણાવ્યું કે પ્રાચીન મંદિરમાં ઘણા લોકો જતા નથી અને આ એક સરંક્ષિત સ્થળ છે અને ખૂબ જર્જરિત સ્થિતિ છે. કેટલાક સ્થાનિક લોકો નિયમિત અંતરે મંદિરમાં પૂજા કરવા માટે જાય છે. અધિકારીએ કહ્યું કે પોલીસ પાસે કોઇ સત્તાવાર ફરિયાદ નોંધાઇ નથી, જ્યારે શરૂઆતી તપાસથી એવું લાગે છે કે ચોરોએ પરિસરમાં ખજાનો છુપાયેલો હોવાની અફવા પર વિશ્વાસ કરી લીધો છે. 
 
હાલ મૂર્તિઓને ગ્રામજનોની મદદથી તેમના મૂળ સ્થાન પર સ્થાપિત કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ મંદિર પરિસરની અંદર બે ખાડા ખોદેલા જોવા મળ્યા. ત્યારબાદ પોલીસને સૂચના આપી. અધિકારીએ જણાવ્યું કે આ મંદિર જામવાડી ગામ પાસે આવેલું છે અને 1200 વર્ષ જૂનુ છે. તેમણે કહ્યું કે ખજાનાની શોધમાં કોઇએ શિવલિંગને હટાવીને ગર્ભગૃહની અંદર એક ફૂટ ઉંડો ખાડો ખોદ્યો છે. 
 
આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા જ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. મામલતદાર અને પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે ગયા હતા. તેમજ થાન પોલીસની ટીમે પણ આવીને ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, ખોદકામ કોણે કર્યું અને કયા સમયે કર્યુ તે વિશે હજી માહિતી મળી નથી.
 
પોલીસે જણાવ્યું કે આરોપીએ શિવલિંગને ધ્યાનથી દીવાલ પાસે રાખવામાં આવ્યું અને તેને કોઇ નુકસાન પહોંચ્યાડ્યું નથી. અધિકારીએ જણાવ્યું કે આરોપીએ ફરી નંદીની મૂતિને પણ હટાવી જે ગર્ભ ગૃહની બહાર સ્થિત છે. અને પછી ત્યાં ત્રણ ચાર ફૂટ ઉંડો ખાડો ખોદ્યો છે. તેમણે કહ્યું કે આ વિશે કોઇ એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી.