ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 માર્ચ 2023 (10:43 IST)

RTE અંતર્ગત પ્રવેશ માટેની તારીખ જાહેર

RTEએક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 1થી 8માં વિનામૂલ્યે ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે અરજીની તારીખ જાહેર કરવામાં આવી છે. વાલીઓ 30 માર્ચથી 11 એપ્રિલ દરમિયાન અરજી કરી શકશે. 
 
અરજીની તારીખ જાહેર
મહત્વનું છે કે, 31 મે 2023ના રોજ ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષ થયા હોવા જરૂરી છે. RTE હેઠળ પ્રવેશ માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે.
 
પોતાના બાળકને આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા માટે ગરીબ અને મધ્યમવર્ગના વાલીઓ દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે. વાલીઓની આ આતુરતા બસ હવે પૂર્ણ થવાની તૈયારીમાં જ છે. રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ માટે અરજી કરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
 
બાળકો વિનામૂલ્યે ખાનગી શાળામાં ભણી શકે છે
 
દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મેળવી શકે. જો કે કેટલાક પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે તેમના બાળકો સારી શાળામાં પ્રવેશ ન મળતા તેઓ મુંઝવણ અનુભવતા હોય છે. આ માટે રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદા હેઠળ કોઈપણ બાળક ધોરણ 1થી 8માં વિનામૂલ્યે ખાનગી શાળામાં ભણી શકે છે. બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં સરકારના ખર્ચે ભણાવી શકાઈ છે. આ માટે ઓનલાઈ ફોર્મ ભરવાનુ હોય છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.