રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (16:29 IST)

રાજ્યમાં એક બાદ એક થઈ રહેલા અગ્નિકાંડ સરકારના રેઢિયાળ તંત્રની પોલ બતાવે છે - વાઘેલા

ગુજરાતના અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક કોવિડ 19 હોસ્પિટલમાં આગ લાગતાં 8 લોકોના મોત થયા છે. આગ શહેરમાં આવેલી શ્રેય હોસ્પિટલલના આઇસીયૂમાં આગ લાગી છે. તમને જણાવી દઇએ કે હોસ્પિટલમાં કોવિડ 19 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. આ અકસ્માતમાં અન્ય 40 દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે.  .
અધિકારીઓએ જણાવ્યું હતું કે નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલમાં ગુરૂવારે વહેલી સવારે આગ લાગી હતી. તેમણે જણાવ્યું કે હોસ્પિટલના કોવિડ 19ના લગભગ 40 દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને અન્ય હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. 

આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં કોરોનાના આઠ દર્દીના મોત થયા હતા. જેમા પાંચ પુરૂષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ છે. તો વળી આગની ઘટનામાં ઘાયલ થયેલા 40 લોકોને એસવીપીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને પોતાના ટ્વિટમાં શોક વ્યક્ત કરતાં પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરતાં ઇજાગ્રસ્તોને જલદી સાજા થાય તે માટે કામન કરી છે. આ સાથે વડાપ્રધાને જણાવ્યું કે તેમણે આ ઘટનાને લઇને ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને અમદાવાદના મેયર સાથે વાત કરી છે. પીએમ મોદીએ આશ્વાસન આપ્યું આપ્યું છે કે વહીવટીતંત્ર પ્રભાવિત લોકોને દરેક સંભવ પ્રયત્ન કરશે. 
 
બીજી તરફ હોસ્પિટલની બહાર જોઇ શકાય છે કે ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે. તો બીજી તરફ દર્દીઓના પરિજન હોસ્પિટલની બહાર પોતાના સંબંધીઓના ખબર અંતર પૂછવા બેચેન જોવા મળી રહ્યા છે. સૂત્રોના અનુસાર હોસ્પિટલમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે. આઠ દર્દીઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.


04:27 PM, 6th Aug

11:53 AM, 6th Aug
- મુંખ્યમંત્રીઅ ચાર લાખની સહાયની કરી જાહેરાત

- ઇજા પામાનાર ને ૫૦ હજાર

- મુખ્યમંત્રી રાહત નિધી ફંડમાંથી અપાશે સહાય

11:52 AM, 6th Aug
મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ  અમદાવાદના નવરંગપુરા ની શ્રેય હોસ્પિટલ ની આગ દુઘર્ટનામાં  દુઃખદ અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતક ના  વારસદારને મુખ્ય મંત્રી  રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે 
 
મુખ્યમંત્રીશ્રી એ  આ ઘટનામાં ઇજા પામેલા ઈજગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે

11:07 AM, 6th Aug
અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ માટે ફાળવાયેલી શ્રેય હોસ્પિટલની મોટી દુર્ઘટનામાં રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદમાં બનેલી આ ઘટનાનું ખુબ જ દુખ છે. પરંતુ આ ઘટનામાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં આવશે નહીં. તેના માટે મુખ્યમંત્રીએ ઘટનાની તાપસ માટે કમિટી બનાવી છે. કમિટીને 3 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસે મીડિયાને સહકાર આપવો જોઈએ. આજે પરિવારજનો અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપી મામલે પણ જણાવ્યું હતું કે, હાલ પોલીસ શિસ્ત જાળવવા કામગીરી કરી રહી છે, જેથી તેમને સહયોગ આપવો જોઈએ.

10:18 AM, 6th Aug

10:10 AM, 6th Aug
આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ વોર્ડમાં દાખલ 41 લોકોના પરિવારજનો મોટી સંખ્યામાં બહાર એકઠા થઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ સત્તાધીશોએ સવારથી કોઈ જ માહિતી આપવામાં આવી નથી જેના કારણે પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો. તેઓનું કહેવું છે કે, અમને હોસ્પિટલમાંથી રૂપિયા માટે ફોન આવ્યો છે. આગ અંગે અને દર્દીઓની પરિસ્થિતિ અંગે કોઈ જાણ કરાઈ નથી.  પરંતુ અમારા દર્દીનું પૂછીએ તો કોઇ જાણકારી આપતા ન હતા. આટલી મોટી ઘટના બની છે તે અંગેની અમને કોઇ જ જાણ કરવામાં આવી નહીં. અમને સવારે ઉઠીને ટીવી ચેનલો દ્વારા ખબર પડે છે કે, અમારા સ્વજનો બળીને ખાખ થઇ ગયા છે.

10:05 AM, 6th Aug

10:05 AM, 6th Aug