ગુરુવાર, 30 નવેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2022 (15:41 IST)

ઉત્તરાખંડના આ દાદીએ પોતાની તમામ સંપત્તિ રાહુલ ગાંધીના નામે કેમ કરી?

દેહરાદૂનનાં એક 70 વર્ષીય વૃદ્ધાએ તાજેતરમાં જિલ્લા કોર્ટમાં પોતાનું વસિયતનામું રજૂ કર્યું હતું. જેમાં તેમણે પોતાની તમામ સંપત્તિ રાહુલ ગાંધીના નામે કરી છે.રાહુલ ગાંધીના નામે પોતાની તમામ સંપત્તિ કરનારાં દાદી પુષ્પા એનડીટીવીના અહેવાલ પ્રમાણે આ વૃદ્ધાનું નામ પુષ્પા મુંજિયલ છે. તેમણે સોમવારે દેહરાદૂન જિલ્લા કોર્ટમાં વસિયતનામું રજૂ કર્યું હતું.
 
કોર્ટમાં તેમણે વસિયતનામું રજૂ કર્યું તે સમયે તેમની સાથે જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ લાલચંદ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
 
લાલચંદ શર્માએ એનડીટીવી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મુંજિયલે મને કહ્યું કે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ દેશ માટે તેમનો જીવ ગુમાવ્યો હતો.
 
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પોતાનું જીવન દેશની સેવા માટે સમર્પિત કરી રહ્યાં છે. તેઓ બંનેથી ખુબ પ્રભાવિત છે."