શનિવાર, 28 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 11 મે 2024 (14:22 IST)

Dust Storm: દિલ્હી- NCR મા આંધી-તોફાનથી તબાહી જેવુ દ્રશ્ય, અનેક સ્થાન પર ઉખડ્યા ઝાડ, ઈમારતોને પણ નુકશાન, બે ના મોત

delhi ncr
delhi ncr
છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો સામનો કરી રહેલા દિલ્હી-NCRમાં શુક્રવારે સાંજે જોરદાર વાવાઝોડું અને વરસાદ જોવા મળ્યો હતો. ધૂળની ડમરીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ખાસ કરીને રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો. તોફાનના કારણે વૃક્ષો ધરાશાયી થતાં છ લોકો ઘાયલ થયા હતા અને બેના મોત થયા હતા. ઘણી જગ્યાએ ઇમારતોને નુકસાન થયું હતું, જેમાં 17 લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસને વૃક્ષો ધરાશાયી થવાને લગતા 152 કોલ, ઈમારતના નુકસાનને લગતા 55 કોલ અને વીજ વિક્ષેપ સંબંધિત 202 કોલ મળ્યા હતા.
 
એમ્બ્યુલન્સ પર પડ્યું સાઈન બોર્ડ, કોઈ જાનહાનિ નહી 
સાથે જ પશ્ચિમ દિલ્હીમાં જોરદાર તોફાન પછી, દ્વારકા વળાંક પર એમ્બ્યુલન્સ પર એક સાઇન બોર્ડ પડી ગયું. આ સાઈન બોર્ડને કારણે કેટલાક નાના વાહનો પણ અથડાયા હતા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ઘટના બાદ તરત જ દર્દીને અન્ય વાહનમાં હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
 
રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં જોરદાર પવનને કારણે નોઈડાના સેક્ટર 58માં એક ઈમારતના સમારકામ માટે લગાવવામાં આવેલ શટરિંગ તૂટી પડ્યું, જેના કારણે અનેક કારોને નુકસાન થયું.
 
આજે અને આવતીકાલે હળવા વરસાદની શક્યતા 
રાજઘાનીમાં શનિવાર અને રવિવારે વરસાદનો યલો એલર્ટ રજુ કરવામાં આવે છે. શનિવારે ઘૂળ ભરેલી આંધીને કારણે 30 થી 40 કિલોમીટર પ્રતિકલાકની ગતિથી હવા ચાલશે.  સાથે જ હળવા વરસાદ થવાની શક્યતા છે. તેનાથી વધુમાં વધુ તાપમાન  39 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. જો કે ન્યૂનતમ તાપમાનમાં પણ વધારો થવા સાથે 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોચવાની શક્યતા છે. જો વરસા થશે તો આ મે ના પહેલો પશ્ચિમી વિક્ષોભ હશે. 
 
 
અહીં શુક્રવારે સવારથી જ તડકો હતો. બપોરના સમયે કાળઝાળ ગરમી અને ગરમીએ લોકોને પરેશાન કરી દીધા હતા. આ સમયગાળા દરમિયાન, મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 27.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નરેલા વિસ્તાર સૌથી વધુ ગરમ રહ્યો હતો. અહીં મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જાફરપુરમાં મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી સેલ્સિયસ, નજફગઢમાં 40.3, પુસામાં 39.2, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું