ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 નવેમ્બર 2019 (11:14 IST)

અમદાવાદમાં વધી રહ્યા છે ડેન્ગ્યુના કેસ

અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા અનુસાર વર્ષ 2019ના પ્રથમ 10 મહિનામાં ડેન્ગ્યૂના 3,345 કેસો નોંધાયા છે. જે વર્ષ 2018ના 3,135 કેસ કરતા વધુ છે. આમ આ વર્ષે અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં ઘણો વધારો નોંધાયો છે.
 
વળી આરોગ્યની બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે કમોસમી વરસાદ બાદ ફરીથી પાણીના ભરાવાના લીધે આ કેસોમાં હજુ વધારો થઈ શકે છે.
 
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હાલ ડેન્ગ્યૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે.