ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (09:39 IST)

ભાવુક ભક્તોએ ગણપતિબાપાની વાજતે ગાજતે કરી વિદાય, 56 ભોગનું કરાયુ આયોજન

દેશભરમાં ગણેશ મહોત્સવ ગણેશ મહોત્સવની શરૂઆત થઇ ચૂકી છે. ઠેર ઠેર 'ગણપતિ બાપ્પા મોરિયા' નો જય જયકાર સંભાળાઇ રહ્યો છે. ધીમે ધીમે ગણપતિ બાપાની વિદાયનો સમય આવી ગયો છે. ઘરમાંથી ગણપતિને વિદાય આપવી ભક્તો માટે ખૂબ ભાવુક પળ હોય છે. ઘરમાં પરિવારના સભ્યની માફક રહ્યા બાદ તેમને વિદાય આપવી ભક્તોને ઉદાસ કરી દે છે. 
 
અમદાવાદમાં ગણેશ મુર્તિનું વિસર્જન શરૂ થઇ ગયું છે. છેલ્લા બે દિવસ દરમિયાન શહેરમાં 2 હજાર ગણેશ મુર્તિઓનું વિસર્જન શહેરીજનો દ્વારા મ્યુનિ.તંત્ર દ્વારા બનાવવામાં આવેલા ગણેશ વિસર્જન કુંડમાં કરવામાં આવ્યું હતું. જેમાં મધ્ય ઝોનમાંથી સૌથી વધુ મુર્તિઓ વિસર્જીત કરાઇ છે.
મંગળવારે ચાંદખેડાની સત્યા સ્ક્વેર સોસાયટીમાં ગણપતિ બાપાને ધામધૂમથી વિદાય આપવામાં આવી હતી. વિસર્જન દરમિયાન ભક્તો ગરબે ઘૂમ્યા હતા. સોસાયટીના પ્રાંગણમાં જ વિસર્જનની વ્યવસ્થા ઉભી કરાઇ હતી. અને સોસાયટીના મહિલા મંડળ દ્વારા ગણપત્તિ બાપાને 56 ભોગ ચઢાવવામાં આવ્યા હતા. ગણપતિ બાપા વાજગે ગાજતે વિદાય આપવામાં આવી હતી. 
 
અમદાવાદ શહેરમાં મ્યુનિ.તંત્ર દ્વારા 41 ગણેશ કુંડ બનાવાયા છે. જેમાં નાની-મોટી ગણેશજીની મુર્તિઓ શ્રદ્ધાળુંઓ દ્વારા પધરાવવામાં આવી રહી છે. હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. સાર્વજનિક અને વ્યક્તિગત ધોરણે લોકોના ઘરમાં ગણેશજીની સ્થાપના કરીને મુર્તિનું પૂજન કરવામાં આવી રહ્યું છે.