1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (08:01 IST)

આજે શપથવિધિ(Cabinet minister Oath) - આખી કેબિનેટ બદલવાના ઘમાસાન વચ્ચે આજે 27 નવા MLA બનશે મંત્રી, આજે 1.30 વાગે શપથવિધિ

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ઘમાસાન ખૂબ વધી ગયુ છે, જેને કારણે બુધવારે થનારી મંત્રીમંડળની શપથગ્રહણ (Cabinet minister Oath)પણ ટળી ગયુ. આ પણ જાણકારી મળી કે જે બેનર લગાવ્યા હતા તેમને ફાડીને ઉતારી દેવામાં આવ્યા. ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ પહેલા જ થઈ ચુક્યુ છે. તેમના મંત્રીમંડળનુ બુઘવારે શપથ ગ્રહણ થવાનુ હતુ, પણ હવે આ શપથ ગ્રહણ આજે ગુરૂવારે થશે. 
 
સૂત્રોનું કહેવું છે કે ગુરુવારે 27 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે અને તમામ નવા ચહેરા હશે. આ શપથગ્રહણ સમારોહ ગુરુવારે બપોરે 1.30 કલાકે થશે. આ પહેલા પણ કેબિનેટમાં મોટા પાયે ફેરબદલની ચર્ચા હતી, જેના પર આંતરિક વિવાદ થયો હતો.
 
જે જૂના મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે તેમને મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. જોકે, એક કે બે મહિલાઓને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ લગભગ 90 ટકા મંત્રીઓને બદલવા માંગતા હતા. આવી સ્થિતિમાં માત્ર 2-3 ચહેરા જ રિપીટ થયા હોત, મતલબ કે જેમને ફરીથી મંત્રી બનાવવામાં આવ્યા હોત. મંત્રીપદ હાથમાંથી જવાના ડર વચ્ચે ભાજપના કેટલાક ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે જઈને તેમને મળ્યા પણ હતા.
 
મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળ (Gujarat new cabinet) માં બુધવારે 21 થી 22 મંત્રીઓને શપથ લેવડાવવાના હતા. કેબિનેટમાં નવા ચહેરાઓને મહત્વ આપવામાં આવશે અને મહિલાઓની સંખ્યા પણ વધારવામાં આવે એવી શક્યતા છે. આવી સ્થિતિમાં ઘણા જૂના અને દિગ્ગજ નેતાઓની મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી થશે.  જાતીય સમીકરણ નક્કી કરવા સાથે મંત્રીમંડળમાં સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને ખાસ મહત્વ આપવાની રણનીતિ છે. 
 
વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા નારાજ ધારાસભ્ય 
 
મંત્રીમંડળમાં ફેરફાર પહેલા પણ કેટલાક ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ  ઈશ્વર પટેલ, ઈશ્વર પરમાર, બચુ ખાબડ, વાસણ આહિર, યોગેશ પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે મંત્રી ન બનાવવાને કારણે  નારાજ ધારાસભ્યો તેમને મળવા આવ્યા હતા.
 
નિતિન પટેલ - ચુડાસમાને એડજસ્ટ કરવા પણ મોટો પડકાર 
 
વિજય રૂપાણીના રાજીનામા બાદ ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ અને કૌશિક પટેલના રાજકીય ભવિષ્યને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સીએમ બનવાથી ડેપ્યુટી સીએમ નીતિન પટેલની ખુરશી પર સંકટ તોળાય રહ્યુ છે.  કારણ કે ભૂપેન્દ્ર પટેલ અને નીતિન પટેલ બંને પાટીદાર સમાજમાંથી છે. સીએમ અને ડેપ્યુટી સીએમ બંને પદ એક જ સમાજને આપવાની શક્યતા ઓછી છે.