1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (14:12 IST)

CM New Cabinet Live - શપથવિધિ બાદ સાંજે 4:30 વાગે કેબિનેટ બેઠકમાં ખાતાંની ફાળવણી થશે

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ઘમાસાન ખૂબ વધી ગયુ છે, જેને કારણે બુધવારે થનારી મંત્રીમંડળની શપથગ્રહણ (Cabinet minister Oath)પણ ટળી ગયુ. આ પણ જાણકારી મળી કે જે બેનર લગાવ્યા હતા તેમને ફાડીને ઉતારી દેવામાં આવ્યા. ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ પહેલા જ થઈ ચુક્યુ છે. તેમના મંત્રીમંડળનુ બુઘવારે શપથ ગ્રહણ થવાનુ હતુ, પણ હવે આ શપથ ગ્રહણ આજે ગુરૂવારે થશે.
 
સૂત્રોનું કહેવું છે કે ગુરુવારે 27 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે અને તમામ નવા ચહેરા હશે. આ શપથગ્રહણ સમારોહ ગુરુવારે બપોરે 1.30 કલાકે થશે. આ પહેલા પણ કેબિનેટમાં મોટા પાયે ફેરબદલની ચર્ચા હતી, જેના પર આંતરિક વિવાદ થયો હતો.
 
જે જૂના મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે તેમને મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. જોકે, એક કે બે મહિલાઓને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. 


02:12 PM, 16th Sep
- મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોળ, કિર્તીસિંહ વાઘેલાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ
- સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા
- ત્યારબાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા
- રાજ્યકક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલે એકસાથે શપથ લીધા
-રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશ પટેલ, નિમિષા સુથાર, કુબેર ડિંડોર, અરવિડ રૈયાણી, કીર્તિ વાઘેલાના એકસાથે શપથ
- શપથવિધિ બાદ સાંજે 4:30 વાગે કેબિનેટ બેઠકમાં ખાતાંની ફાળવણી થશે

02:02 PM, 16th Sep
- મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોળ, કિર્તીસિંહ વાઘેલાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ

01:57 PM, 16th Sep
- મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોળ, કિર્તીસિંહ વાઘેલાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ
 
- રાજેન્દ્ર ત્રિવદી, જીતુ વાધાણી, રાધવજી પટેલ, ઋષિકેશ પટેલ અને પૂર્ણેશ મોદી કેબિનેટકક્ષાના પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના લીધા શપથ. ત્યાર બાદ, કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદિપ પરમાર, અર્જૂનસિંહ ચૌહાણે લીધા પ્રધાનપદના શપથ. ત્યાર બાદ હર્ષ સંધવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનિષા વકિલે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.

01:50 PM, 16th Sep
- ગુજરાતનું નવું મંત્રીમંડળ : નરેશ પટેલ, કનુભાઈ દેસાઇ, કિરીટ સિંહ રાણા, પ્રદીપ સિંહ પરમાર, અર્જુનસિંહ ચૌહાણે લીધા શપથ

01:39 PM, 16th Sep
- સૌ પ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ એકસાથે શપથ લીધા


12:47 PM, 16th Sep
આજે સાંજે 5 વાગે ટિમ ભુપેન્દ્ર પટેલની પહેલી કેબિનેટ બેઠક સ્વર્ણિમ સંકુલ 1 પર મળશે 

12:24 PM, 16th Sep
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 23 મંત્રી લેશે શપથ
 
ઉત્તર ગુજરાત
(1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ )
(2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી )
(3) કિરિટસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય 
 
દક્ષિણ ગુજરાત
(1) નરેશ પટેલ, ગણદેવી (st )
(2) કનુ દેસાઈ, પારડી  ( બ્રહ્મણ )
(3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST
(4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન
(5) મુકેશ પટેલ ( ઓલપાડ )   કોળી પટેલ
(6) દુષ્યંત પટેલ ( પટેલ ) ભરૂચ 
(7) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ 
 
સૌરાષ્ટ્ર
(1) જે.વી.કાકડીયા ( ધારી, પટેલ )
(2) અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ 
(3) રાઘવજી પટેલ ( પટેલ )જામનગર
(4) બ્રિજેર મેરજા ( પટેલ )મોરબી 
(5) દેવા માલમ ( કેશોદ) કોળી 
(6) કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય 
(7) આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી )
(8) જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )
 
મધ્ય ગુજરાત
(1) જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી 
(2) નિમિષા સુથાર ( મોરવા હડફ ) ST
(3) પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી
(4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી )
(5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST
(6) મનીષા વકીલ : SC

11:43 AM, 16th Sep
- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું દીધું છે. જેને લઇને અટકળો શરૂ થઇ ગઇ છે કે રાજેન્દ્ર ત્રિવેદીનો નવા મંત્રીમંડળમાં સમાવેશ ફાઇનલ ગણવામાં આવી રહ્યો છે.

11:31 AM, 16th Sep
રાજ્ય સરકાર માં સંભવિત મંત્રીમંડળ
 
- ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ
- પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ
- મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી
- મંત્રીંમડળમાં શપથ માટે અરવિંદ રયાણી
- લીંબડીના ધારાસભ્ય કીરીટસિંહ રાણા
- વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ
- કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા
- મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા
- ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ
- કપરાડા ના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી 
- મહુવાના ધારસભ્ય આર.સી.મકવાણા
- જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ
- ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી
- વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ
- કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ
- ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા
- નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને ફોન આવ્યો
-પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ફોન આવ્યો

11:19 AM, 16th Sep
- ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તમામ નવા મંત્રીઓનો સમાવેશ
- સો ટકા નો રિપિટ થિયરી પર ભાજપ મક્કમ રહી
- દક્ષિણ ગુજરાતમાંથી છ ધારાસભ્યોને સ્થાન મળ્યું
- સૌરાષ્ટ્રમાંથી 7 મંત્રીઓને મંત્રીપદ મળ્યું
- ઉત્તર ગુજરાતમાં ત્રણ ધારાસભ્યોને મંત્રી બનાવાયા
- મધ્ય ગુજરાતમાં 5 મંત્રીઓને મંત્રીપદ મળ્યું
- અમદાવાદમાંથી મુખ્યમંત્રી સહિત 3 ને સ્થાન 
- બે મહિલાઓને મંત્રીમંડળમાં મળી જગ્યા

11:18 AM, 16th Sep
- ભાજપ ના MLA ને મંત્રી માટે ફોન શરૂ 
-  અરવિંદ રેયાણી ને ફોન આવ્યા ના સંકેત, અરવિંદ રેયાણી એ સમર્થન આપ્યુ
- જીતુ વાઘાણી, રાઘવજી પટેલ, નરેશ પટેલ, હર્ષ સંઘવી, કીરીટ સિંહ રાણા, નરેશ પટેલ, અરવિંદ રૈયાણી, કનુભાઈ દેસાઇ..ને મળશે ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રી મંડળમાં સ્થાન..
-રાજકોટમાં અરવિંદભાઈ રૈયાણી ના સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ
- સમાકાંઠે દિવાળી ની જેમ આતશબાજી કરતા સમર્થકો, ફટાકડા ફોડી કરી મંત્રી પદની ઉજવણી, ઉત્સવ જેવા માહોલમાં કાર્યકરોએ મો મીઠા કરાવ્યા

11:07 AM, 16th Sep

શપથગ્રહણ પહેલા ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેના ફોન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનિષા વકીલને અત્યાર સુધીમાં ફોન આવી ગયા છે. 

10:26 AM, 16th Sep
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારમાં અમદાવાદ એનએક્સીમાં પહોંચ્યા, જ્યાં ભૂપેન્દ્ર યાદવ રોકાયેલા છે
- ગણદેવાની નરેશ પટેલ, કનુ દેસાઈ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવીને મંત્રી પદ સોંપવાના ફોન આવ્યા

10:21 AM, 16th Sep
- અમરેલી જિલ્લાના એક માત્ર ભાજપ ધારાસભ્ય જે. વી. કાકડીયા ને શપથ માટે આવ્યો કોલ
- વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને  મંત્રીપદના શપથ લેવા આવ્યો કોલ
- મંત્રી તરીકે પસંદ થયેલા ધારાસભ્યોને ફોન કરવાનું શરૂ
- સુરતના એક ધારાસભ્ય જેવો ગૃહમંત્રી બની શકે છે તે ગઈકાલથી CR પાટિલના ઘરે છે તેવા સમાચાર છે.

10:17 AM, 16th Sep
- ગુજરાત ની નવી સરકારમાં ૨૦થી ૨૨ મંત્રી લેશે શપથ
- જીતુ વાઘાણી,બ્રિજેશ મેરજા, નરેશ પટેલ ,ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી ,કિરીટસિંહ રાણા, હર્ષ સંઘવી ,કનુભાઇ દેસાઇ ,રાઘવજી પટેલ સહિતના ધારાસભ્યો લેશે શપથ..
- મંત્રી તરીકે પસંદ થયેલા ધારાસભ્યોને ફોન કરવાનું શરૂ

10:11 AM, 16th Sep

કેબિનેટમાં નવા ચહેરાઓને મહત્વ આપવામાં આવશે અને મહિલાઓની સંખ્યા પણ વધારવામાં આવે એવી શક્યતા છે. આવી સ્થિતિમાં ઘણા જૂના અને દિગ્ગજ નેતાઓની મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી થશે. જાતીય સમીકરણ નક્કી કરવા સાથે મંત્રીમંડળમાં સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને ખાસ મહત્વ આપવાની રણનીતિ છે.

09:41 AM, 16th Sep
એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ લગભગ 90 ટકા મંત્રીઓને બદલવા માંગતા હતા. આવી સ્થિતિમાં માત્ર 2-3 ચહેરા જ રિપીટ થયા હોત, મતલબ કે જેમને ફરીથી મંત્રી બનાવવામાં આવ્યા હોત. મંત્રીપદ હાથમાંથી જવાના ડર વચ્ચે ભાજપના કેટલાક ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે જઈને તેમને મળ્યા પણ હતા.

વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા નારાજ ધારાસભ્ય
મંત્રીમંડળમાં ફેરફાર પહેલા પણ કેટલાક ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ
ઈશ્વર પટેલ, ઈશ્વર પરમાર, બચુ ખાબડ, વાસણ આહિર, યોગેશ પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે મંત્રી ન બનાવવાને કારણે નારાજ ધારાસભ્યો તેમને મળવા આવ્યા હતા.