રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (18:42 IST)

ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે શપથ કર્યા ગ્રહણ

અમદાવાદ: ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓપી કોહલીનો કાર્યકાળ પૂર્ણ થતા જ રાજ્યના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણું કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતના રાજ્યપાલ તરીકે આજે આચાર્ય દેવવ્રતએ શપથ ગ્રહણ કર્યા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યોએ હાજરી આપી. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા આચાર્ય દેવવ્રતે રાજ્યપાલ પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા.
ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂંક 15 જુલાઇ 2019ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી હતી. ગઇકાલે આમદાવાદ આવી પહોંચેલા પદનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું એરપોર્ટ પર રાજ્યના સીએમ રૂપાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા. ગુજરાત હાઇકોર્ટના ચિફ જસ્ટિસ રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. 
આ પ્રસંગે રાજ્યના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, ધારાસભ્યો તથા વરિષ્ઠ સચિવો હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ બાદ આજે બપોરે તેઓ ગાંધી આશ્રમની મુલાકાતે જવાના છે. આ ઉપરાંત શાહિબાગ ખાતે સરદાર સ્મારની પણ તેઓ મુલાકાત લેવાના છે.