બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 ફેબ્રુઆરી 2020 (12:28 IST)

બજેટથી નિરાશ સુરતી રત્ન કલાકારોનું હડતાળનું એલાન

રત્ન કલાકારોના પ્રોફેશનલ ટેકસ રદ કરવા સહિત વિવિધ માંગણીઓને લઇ આગામી ત્રણ દિવસ માટે સુરત રત્ન કલાકાર સંઘ પ્રતિક ઉપવાસ, ધરણાં સહિત એક દિવસની હડતાળ પાડવા માટે જઇ રહ્યો છે. રાજય સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રત્ન કલાકારોની માંગણીને ઘ્યાનમાં લેવાઇ નથી. આ કારણે સુરત રત્ન કલાકાર સંઘ દ્વારા હડતાળ બાબતે પત્રકાર-પરિષદ યોજી જાહેરાત કરવામાં આવી છે.
રાજય સરકાર દ્વારા હાલ જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે બજેટની અંદર રત્ન કલાકારોની માંગણી અને રજૂઆતોને ઘ્યાનમાં લેવામાં આવી નથી. રત્ન કલાકારોના પ્રોફેશનલ ટેકસ રદ કરવા તેમજ વિવિધ પડતર માંગણીઓ અંગે છેલ્લા પાંચ-પાંચ વર્ષથી સુરત રત્ન કલાકાર સંઘ રાજય સરકારમાં રજૂઆત કરતો આવ્યો છે. હાલ જ બજેટ રજૂ થવા પહેલા સંઘ દ્વારા રાજય સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે બજેટમાં રત્ન કલાકારોના પડતર પ્રશ્ર્નોનો સમાવેશ કરવામાં આવે. પરંતુ એમ છતાં સંઘની રજૂઆત ઘ્યાનમાં લેવામાં આવી નહોતી. જયાં આખરે હવે સંઘ દ્વારા હડતાળ, ધરણાં સહિત પ્રતિક ઉપવાસની રણનીતિ ઘડી નાખવામાં આવી છે.