ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 ઑક્ટોબર 2021 (18:47 IST)

ડીજીટલ આંદોલન: પોલીસ ગ્રેડ પેમાં વધારાની માગને લઇને ગૃહમંત્રીએ આપી આ પ્રતિક્રિયા

સરકારી કર્મચારીઓએ જાણે ગુજરાતની ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો હોય એમ એક પછી એક કર્મચારીઓ પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓ સાથે આંદોલન પર ઉતરી રહ્યા છે. પહેલાં ડોક્ટરોની હડતાળ અને ત્યારબાદ પગાર મુદ્દે શિક્ષકોની લડતને મળેલી સફળતા બાદ હવે પોલીસના સમર્થનમાં લોકોએ ભાજપ સરકાર સામે મોરચો માંડયો છે. રાજ્યમાં કોરોનાકાળના કપરા સમયમાં જીવના જોખમે કામ કરતાં પોલીસના સમર્થનમાં  2800 ગ્રેડ પે, હેડ કોન્સ્ટેબલને 3600 અને એએસસાઈને 4200  ગ્રેડ પે આપવાની માંગ ઉઠી છે અને જ સાથે ટ્વિટર પર ડીજીટલ આંદોલન શરૂ થયુ છે.  
 
છેલ્લા કેટલાક  દિવસથી પોલીસ ગ્રેડ પે ને લઈને સોશિયલ મીડિયા માધ્યમમાં ચાલી રહેલા આંદોલન અંગે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે વિષયો અને માહિતીઓ સાચી હશે અને યોગ્ય હશે તનો નિર્ણય સો ટકા લેવામાં આવશે. આ અંગે વિશ્લેષણ પણ કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા ગ્રેડ પે માં વધારો, રજાઓ , કામનો નિયત સમય જેવી માંગો ઉભી થઈ છે અને આ માંગે દિવસે ને દિવસે સોશિયલ માધ્યમમાં તીવ્રતા પકડી રહી છે તેવા સંજોગોમાં સરકાર આ બાબતે શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું, સામે પોલીસકર્મીઓ હાલ સોશિયલ મીડિયા પર  #GradePay નામે પોસ્ટ શેર કરવામાં આવી રહ્યું છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ તરફ ગુજરાત પોલીસ દ્વારા વર્ગની હથિયારી/ બિનહથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક અને સીઆરપીએફ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓની સીધી ભરતી બહાર પાડવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ રાજ્યમાં કુલ આ વર્ગની 10459 જગ્યા ભરવામાં આવશે. આજથી શરૂ કરી અને આગામી 9મી નવેમ્બર 2021 સુધી રાત્રિના 11.59 વાગ્યા સુધી આ ભરતી માટે આવેદન આપી શકાશે.
 
લોકરક્ષકદળની ભરતી પરીક્ષાને લઇ મહત્વના સમાચાર આવઇ રહ્યા છે. લોકરક્ષકદળની ભરતીની રાહ જોતા યુવાનોની આતુરતાનો અંત આવ્યો છે. LRD ભરતી પ્રક્રિયા આજથી શરૂ કરી દેવાંમાં આવી છે. ભરતી માટે ઉમેદવાર OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે.