ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 31 ઑક્ટોબર 2021 (17:43 IST)

દિવાળી: બજારોમાં માનવ મહેરામણ

1 નવેમ્બરથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ રહી છે ત્યારે તે પહેલાં 24 ઓગસ્ટના રોજ રવિવારે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં દિવાળીની ખરીદીની ભારે ભીડ જોવા મળી હતી. મંગળબજાર, એમજી રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, ચોખંડી, નવાબજાર સહિતનાં બજારોમાં રવિવારે સવારથી જ માનવ મહેરામણ ઉમટ્યો હતો. બજારમાં રોનક વધતાં વેપારીઓને પણ દિવાળી સુધી સારો વકરો થવાની આશા છે.
મહેસાણા શહેર અને જિલ્લાના તાલુકા મથકોએ દિવાળી પૂર્વે બજારોમાં ખરીદી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું છે. જેમાં કોરોનાની ગાઈડ લાઈનનો સરિયામ ભંગ થતો હોવાની પ્રતિતી થઈ રહી છે.તહેવારોની ઉજવણી માટે મળેલ છુટછાટને પગલે જાણે લોકોમાં કોરોનાનો ડર નીકળી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે.
 
કોરોનાની પ્રથમ અને બીજી લહેરના સમયગાળામાં મહેસાણા શહેર અને જિલ્લા પંથકમાં હાહાકાર મચાવ્યો
 
.જેમાં કોરોના ગાઈડ લાઈનનો સરિયામ ભંગ થતો હોવાનું સ્પષ્ટ જણાય છે.આ ઉપરાંત જિલ્લામાં આવેલા ૧૦ તાલુકા મથકોના શહેરોમાં પણ તહેવારો નિમિત્તે મીઠાઈ, કપડા કે અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરવા નગરજનો અને ગ્રામીણો ઉમટી પડયા છે.

રવિવારના રોજ દિવાળીની ખરીદી માટે શહેરીજનો ચાર દરવાજા સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઉમટ્યાં હતાં. જેના પગલે પદ્માવતી કોમ્પ્લેક્સ, એમજી રોડ સહિતના શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં.