1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 22 જાન્યુઆરી 2024 (10:08 IST)

ગુજરાતમાં આજે દિવાળીઃ ઠેર ઠેર રામજી મંદિરમાં પણ ભક્તોની ભીડ

Ram mandir Ayodhya
-શ્રીરામની પ્રતિમાને પાલખીમાં બિરાજમાન 
-નારાયણ સરોવર પરિસરમાં ધૂન, ભજન
-અમદાવાદના વસ્ત્રાલમાં સવારથી મારૂતિ યજ્ઞ શરૂ 

અયોધ્યામાં ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ચાણસદમાં નારાયણ સરોવર રોશની અને દીવડાઓથી ઝગમગી ઉઠ્યું છે. ત્રિ-દિવસીય રામ પૂજન કાર્યક્રમ અંતર્ગત બીએપીએસના પૂજ્ય સંતો દ્વારા પ્રભુ શ્રીરામની પ્રતિમાને પાલખીમાં બિરાજમાન કરી સમગ્ર નારાયણ સરોવર પરિસરમાં ધૂન, ભજન સાથે પરિક્રમા કરાવવામાં આવી હતી.

ત્યારબાદ ઉપસ્થિત હજારો ભક્તજનોએ ચંદનથી પ્રભુની પ્રતિમાનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી.ગુજરાતના સૌથી મોટા રામજી મંદિર અમદાવાદના વસ્ત્રાલમાં સવારથી મારૂતિ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં વિવિધ મંદિરો, સોસાયટીઓ વગેરે જગ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જમાલપુર જગન્નાથ મંદિર ખાતે સવારે સુંદરકાંડ ત્યારબાદ બપોરે 12 વાગ્યે શ્રીરામ જયઘોષ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાના સમયે આતશબાજી અને મહાઆરતી કરવામાં આવશે. સાંજના સમયે દીપોત્સવ યોજાશે.

સ્વામિનારાયણ મંદિર ખાતે પણ સાંજના સમયે દીપોત્સવ, આરતી, વિશિષ્ટ પૂજા અને આતશબાજી પણ કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10.30 વાગ્યે શીલજ ગામમાં મુખ્ય ચોક ખાતે ભાજપના કાર્યકરો અને નાગરિકો સાથે બેસી અયોધ્યા ખાતેની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ નિહાળશે.સુરતમાં ભગવાન રામની 16 ફૂટ ઊંચી અને 508 કિલોની મૂર્તિએ આકર્ષણ જમાવ્યું છે.

આ મૂર્તિ પ્રાઈમ માર્કેટ પાસે ભવ્ય લાઇટિંગ સાથે મૂકવામાં આવશે. નાના વરાછા ખાતે આવેલા રામજી મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ સાથે જ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ અહીં એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એલીડી સ્ક્રીન પર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા ભક્તો લાઈવ જોઈ શકશે. રામજી મંદિર ખાતે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.રાજકોટમાં શ્રી ખોડલધામ ઈસ્ટ ઝોન વિસ્તારમાં અમૃત હાઈટ્સ પરિવાર દ્વારા એક અનોખી રંગોળી બનાવવામાં આવી છે