શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 ડિસેમ્બર 2020 (11:34 IST)

સરકારી અધિકારીઓને આદેશ, ગિફ્ટમાં અથવા અજાણ્યા વ્યક્તિ પાસેથી પેનડ્રાઇવ લેશો નહી

ગુજરાત સરકારના ગવર્નેન્સનું સંચાલન કરનાર ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્કએ રાજ્યના તમામ અધિકારીઓને ગિફ્ટમાં અને અજાણ્યા વ્યક્તિઓ પાસેથી પેનડ્રાઇવ ન લેવા માટે કહ્યું છે. ભારતના સરકારી નાણાકીય અને બ્રોડકાસ્ટ સંલગ્ન સાઇબર નેટવર્ક પર કબજો કરવા માટે ચાઇનીઝ હેકર સતત પ્રયત્ન કરી રહ્યા છે. 
 
સિંગાપુર આધારિત સાઇબર રિસર્ચ સેન્ટરની એક જાણકારી બાદ વહિવટીતંત્ર સર્તક થઇ ગયું છે. સાથે જ સાવધાની રાખવાની સૂચના તમામ અધિકારીઓને આપવામાં આવી છે. ગુજરાત ફોરેન્સિક લેબોરેટરી પણ આ પ્રકારની સૂચના મળ્યા બાદ રાજ્યનું સાઇબર નેટવર્ક એક્ટિવ થઇ ગયું છે.  
 
જી-સ્વાન સાથે જોડાયેલા મોટા અધિકારીઓએ જણાવ્યું કે સરકાર અને તેની સાથે જોડાયેલા કાર્યાલયોમાં ક્લાસ વન અધિકારીઓએ જણાવ્યું કે તે પોતાના સ્ટાફ તથા અન્ય લોકો પાસેથી ગિફ્ટ સ્વરૂપે પેનડ્રાઇવ ન  લે. કારણ કે પેનડ્રાઇવના માધ્યમથી કોમ્યુટરમાં માલવેર આવી શકે છે. જોકે કોમ્યુટર ચાલુ કરવાથી તેના એક્સેસ લઇ લે છે. 
 
રાજ્યની નાણાકીય અને અન્ય જરૂરી જાણકારીઓ પણ નેટવર્ક સાથ જોડાયેલી છે. એટલા માટે સરકારી, અધિકારીઓને ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. જૂન મહિનામાં સિંગાપુરના સાઇબર રિસર્ચ ફર્મ દ્વારા પણ ભારતમાં સરકારી મંત્રાલય આઇટી સેક્ટર અને બ્રોડકાસ્ટ કનેક્ટેડ વેબસાઇટ પર ચાઇનીઝ હેકરની નજર હોવાની વાત કહેવામાં આવી હતી. 
 
દિલ્હી, મુંબઇ, કલકત્તા અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ચેતાવણી પણ આપવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસ સાથે જોડાયેલી સાઇટ ન ખુલતી હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારત સરકારની કોમ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરએ પણ આ વિશે જાણકારી આપી હતી. રાજ્યમાં જી સ્વાન પ્લેટફોર્મ વડે સરકારની 220થી વધુ વેબસાઇટ ઓપરેટ થાય છે. મોટી સંખ્યામાં અધિકારી આ નેટવર્કનો ઉપયોગ કરે છે.