1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 22 માર્ચ 2022 (10:41 IST)

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડૉ પ્રવીણ તોગડિયા એ કહ્યું કાશ્મીર ફાઈલ્સની જેમ ભારતની ફાઈલ બને તો નવાઈ નહીં

ભરૂચની મુલાકતે પહોંચેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડૉ પ્રવીણ તોગડિયા એ કાશ્મીર ફાઈલ જેમ ભારત ની ફાઈલ પણ બને તો નવાઈ નહિ તેમજ કાશ્મીર ફાઇલ્સ પિક્ચર બાબતે નિવેદન આપતા હાલની ભાજપ સરકારે હિન્દુઓ માટે શું કર્યું તેવો સવાલ ઉઠાવી સરકાર પર પ્રહાર કર્યા હતા.

ડો.પ્રવિણ તોગડિયાએ દક્ષિણ ગુજરાતના પ્રવાસે જતાં ભરૂચમાં તેમનું કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. ડો.પ્રવીણ તોગડિયા ફાઈલ્સ ફિલ્મ વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર બની છે અને 1990માં દાયકા માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો ને મારી નાખવામાં આવ્યા હતા અને ચાર લાખ થી વધુ કાશ્મીરી પંડિતો ઓ પલાયન કરવું પડ્યું હતું. આ ઘટનાને 30 વર્ષ વિતી ગયા છતાં પણ કેન્દ્રમાં 15વર્ષ કોંગ્રેસ અને 15 વર્ષ ભાજપની સરકાર હતી. છતાં આ વર્ષો દરમિયાન કોઈ સરકારે કાશ્મીરી પંડિતોને ઘરવાપસી નથી કરાવી. મકાન કે જમીન પણ પાછા અપાવી શકી નથી.કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ એક રાજકારણ સાથે જોડાયેલો મુદ્દો ગણાવીને જણાવ્યું હતું કે. મુસ્લિમ લોકો માટે બે બાળકો નો કાયદો લાવવો જોઈએ અને જો આ કાયદો નહિ બનાવવામાં આવે તો આવનારા 30 વર્ષમાં કાશ્મીર ફાઇલ્સની જેમ ભારત ફાઇલ્સ નામની પણ ફિલ્મ આવશે. જે કાશ્મીરી પંડિતો સાથે ઘટના બની છે એ જ ઘટના મુસ્લિમ લોકો જોડે બની હોત તો તેઓને ઘર અને જમીન ક્યાર ના મળી ગયા હોત પરંતુ કાશ્મીરી પંડિતો હિન્દુ હોવાના કારણે તેને પોતાના ઘર કે જમીન પાછા મળી શકતા નથી તે માટે ગંભીરતાથી સરકાર વિચારી કાશ્મીરી પંડિતોને સ્થાપિત કરે તેવી માંગ કરી હતી.