ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (20:51 IST)

50 km રેંજવાળુ Ducati Pro-III ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, ગજબ રીતે થાય છે સ્ટાર્ટ

Ducati એ  Pro-III ઇલેક્ટ્રિક સ્કૂટર  (electric scooter) રજુ કર્યુ છે, જે કંપની તરફથી લાઇનઅપમાં અન્ય એક નવી માઇક્રો-મોબિલિટી પ્રોડક્ટ છે. કંપનીનો દાવો છે કે તે ઘણી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. ડુકાટી પ્રો-III એક  ટોકનથી લેસ છે. જે આ ઈલેક્ટ્રિક વ્હીકલના માલિકના ડિસ્પ્લેની પાસે આવે છે આ ગાડીને આપમેળે જ સ્ટાર્ટ કરી દે છે. ડુકાટીનુ કહેવુ છે, આ સુનિશ્ચિત કરે છે કે વ્હીકલનો ઉપયોગ ફક્ત એ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહી હોય, જેની પાસે ખાસ ચિપ છે.  ઈ-સ્કૂટર શરૂ કરવા માટે, તમારે બસ એનએફસી (NFC) ટોકનને ડિસ્પ્લે પર લાવવાનુ છે અને "pass" સાઈનના આવવાની રાહ જોવાની છે, અને તમે વા માટે તૈયાર છો. 
 
Ducati Pro-III મા એક 350W ક્ષમતાની મોટર અને 468Wh ક્ષમતાની બેટરી પૈક લગાવાઈ છે, જે કંપનીના દાવા મુજબ ફુલ ચાર્જ પર 50 કિમીનું અંતર કાપી શકે છે. બેટરી લગભગ નવ કલાકમાં ફુલ ચાર્જ થઈ શકે છે,  આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર(Electric two-wheeler) કિંમત 799 યુરો (આશરે રૂ. 68,400) છે.
 
Ducati Pro-III નું 3.2-ઇંચનું LED ડિસ્પ્લે બહુવિધ કાર્યોનું સંચાલન કરવામાં મદદ કરી શકે છે. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ચાર રાઇડિંગ મોડ્સ છે, જેની મહત્તમ ઝડપ 6 કિમી પ્રતિ કલાક, 15 કિમી પ્રતિ કલાક, 20 કિમી પ્રતિ કલાક અને 25 કિમી પ્રતિ કલાક છે. તેમાં યુએસબી પોર્ટ છે, જેનાથી સ્માર્ટફોન કે અન્ય આવા ઉપકરણને સફરમાં ચાર્જ કરી શકાય છે. Android અને iOS બંને પર ઉપલબ્ધ એક ખાસ એપ પણ  છે, જે સ્કૂટરના માલિકને  Pro-III ને કંટ્રોલ કરવાની સુવિદ્યા આપે છે. 
 
આ એપ દ્વારા ચેટ દ્વારા રીઅલ-ટાઇમ સપોર્ટ પણ ઉપલબ્ધ છે. સ્થિરતા અને આરામ માટે, આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 10-ઇંચ એન્ટી-પંકચર ટ્યૂબલેસ ટાયર છે. તેમાં આગળ અને પાછળની ડિસ્ક બ્રેક્સ અને LED લાઇટ્સ છે. ફ્રેમ મેગ્નેશિયમ એલોય મેટલથી બનેલી છે અને વાહનનું વજન 100 કિલો છે.