શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (18:18 IST)

દરેક સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવો ફરજીયાત

ગુજરાતમાં ચોરી લૂંટફાટ અને હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે સરકારે નિર્ણય લીધો છે કે દરેક સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવો ફરજીયાત છે. સરકારના આ નિર્ણયથી સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવી શકાશે જેથી જો કોઈ અણધાર્યો બનાવ બને તો સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ઝડપથી કરી શકાય તેમજ આવી ઘટનાઓ પર મહદઅંશે રોક પણ લગાવી શકાય કારણ કે ચોર લુંટેરાઓ એવી જગ્યાને ટાર્ગેટ કરતાં હોય છે જ્યાં સીસીટીવી કેમેરાની પહોંચ ન હોય પણ સરકારના આ નિર્ણયથી તેમની કમર ભાગી જશે. જ્યારે તમામ સોસાયટીઓમાં કમિટીની મંજૂરીથી કેમેરા લાગી જશે ત્યારે આવી ઘટનાઓ ના બરોબર થઇ જશે તેવુ કહી શકાય.
 
ઉલ્લેખનીય છે કે કોઈપણ પોતાની મરજી મુજબ ગમે ત્યા સીસીટીવી નહી લગાવી શકે. સરકારના ધારાધોરણો પ્રમાણે CCTV કેમેરા લગાવવા પડશે. રહેણાંક સોસાયટી માટે સરકાર દ્વારા ખાસ નિયમો બનાવવામાં આવશે. CCTV લગાવવા માટે ખાસ નિયમો સરકાર બનાવશે. CCTV પોલિસી અંતર્ગત ઝોન પ્રમાણએ સોસાયટીઓની વહેંચણી કરવામાં આવશે. સોસાયટીને 4 ઝોનમાં વહેચણી કરવામાં આવશે.  આ સાથે એક કમિટીની પણ રચના કરવામાં આવશે જેમાં એક પોલીસ મથક અને વહીવટી અધિકારીનો સમાવેશ પણ કરાશે. કમિટીની મંજૂરી બાદ સોસાયટીમાં CCTV લગાવાશે