શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જૂન 2020 (12:28 IST)

કોરોનાના લીધે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઇને અસમંજસ

કોરોના વાયરસના કારણે ડિસેમ્બરમાં આયોજિત પાલિકા પંચાયતની ચૂંટણી જ નહી પરંતુ તે પહેલાં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી પણ પેંડીગ રાખવામાં આવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હાલ 9 સીટ ખાલી છે. તેમાંથી 7 ક્ષેત્રોમાં વધુમાં વધુ 15 સપ્ટેમ્બર પહેલાં ચૂંટણી યોજાવવી જરૂરી છે હાલની સ્થિતિને જોતાં સમયસર ચૂંટણી થઇ શકશે નહી. 
 
એટલા માટે ચૂંટણીપંચ પણ અસમંજસની સ્થિતિમાં છે. દેવભૂમિક દ્વારકા અને મોરવા હડફ આ બંને વિસ્તારોમાં ધારાસભ્યોના ફોર્મ રદ થતાં આ બંને સીટો ખાલી પડી છે. સુપ્રીમ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના ત્રીજા ઉમેદવારને મદદ કરવાના બદલામાં 13 થી 16 માર્ચ દરમિયાન લિંબડી, ધારી, ડાંગ, ગઢડા આ ચાર ક્ષેત્રોમાંથી કોંગ્રેસની સીટ પરથી ચૂંટાયેલા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે.  
 
ત્યારબાદ તાજેતરમાં જ મોરબી કપરડા અને કરઝણ આ ત્રણેય વિસ્તારોમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજીનામા ધરી દેવામાં આવતાં આ સીટો ખાલી પડી છે. એક તરફ આ સાતેય બેઠક પર પેટાચૂંટણી કરવાની છે. 16 માર્હ્કના રોજ પહેલાં ચાર બેઠક થતાં તે છ મહિના એટલે કે 15 ડિસેમ્બર સુધી જનપ્રતિનિધિ મળવો જરૂરી છે. પરંતુ હાલની સ્થિતિને જોતાં 6 મહિનામાં ચૂંટણી યોજાવવી સંભવ નથી. 
 
ઓગષ્ટ મહિનામાં કોરોનાની પરિસ્થિતિને જોયા બાદ ચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવશે. બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી ઓક્ટોબર નવેમ્બર મહિનામાં યોજાવવાની છે. આ દરમિયાન આ ચૂંટણી યોજાઇ તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.