1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (16:38 IST)

નવસારીમાં બપોરે 1.9ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Earthquake in Navsari
નવસારીમાં બપોરે એક વાગ્યા આસપાસ 1.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 24 કિમી દૂર હોવાનું નોંધાયું છે. ભૂંકપના કારણે લોકોમાં થોડો ભય પણ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લા એક મહિના પહેલા 27 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ભૂકંપના આચંકા અનુભવાયા હતા. ત્યારબાદ આજે ફરી બપોરના 1 વાગ્યા આસપાસ નવસારીમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 1.9ની તીવ્રતા નોંધાઈ હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 24 કિમી દૂર અને 3.1 કિમી ઉંડાણમાં હોવાનું નોંધાયું છે. 1.9ની તીવ્રતાના ભૂકંપના આંચકાના કારણે કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. એક મહિના પહેલા નવસારી જિલ્લાના વાંસદામાં હળવા આંચકાઓ અનુભવાયા હતા. જેના કારણે લોકો રાત્રે પણ ઘરની બહાર સૂવા માટે મજબૂર થઈ ગયા હતા. જોકે, આજે ફરી ભૂકંપનો આંચકો અનુભવાતા ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.