1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (14:58 IST)

ઈન્કમટેક્ષના દરોડાને પગલે અમદાવાદના બિલ્ડર બેડામાં ફફડાટ

અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. થલતેજ-શિલજ વિસ્તારના જાણીતા બિલ્ડરને ત્યાં દરોડા પાડ્યા છે. દિગ્ગજ બિલ્ડર અજય શ્રીધરને ત્યાં ગાંધીનગર ટિમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળી રહી છે. IT વિભાગે અન્ય બિલ્ડર રાજુ પટેલ, દિનેશ જૈન, શરદ પટેલ, મારૂતિ ગૃપ અને HOF ફર્નિચર ગૃપ સહિત 20 જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વહેલી સવારથી શ્રીધર ગ્રુપની મિલકતની તપાસ કરવામાં આવી રહી છે. બિલ્ડર પાસેની જમીનના દસ્તાવેજોની પણ તપાસ થઇ રહી છે. મોટું ટ્રાન્જેક્શન થતા શ્રીધર નિવાસ સ્થાને બે ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો શ્રીધર બિલ્ડર દ્વારા બનાવેલી શાળા પર પણ તપાસ થઇ શકે છે. જાણીતા બિલ્ડરને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. શ્રીધર બિલ્ડર પાસે જમીનના દસ્તાવેજો અને ટ્રાન્જેક્શનમાં આઘીપાછી થઈ હોવાની આશંકાને પગલે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે ત્યારે અમદાવાદની બિલ્ડર લોબીમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.  અજય શ્રીધર અમદાવાદનો ખ્યાતનામ બિલ્ડર છે. અજય શ્રીધરનું ઘર થલતેજ ખાતે આવેલું છે અને ઓફિસ શીલજમાં. અજય શ્રીધર બિલ્ડર લોબીમાં ખુબ મોટું માથું છે. અને ફ્લેટ અને ઓફિસોની ઈટાલીયન ડિઝાઈનને કારણે ખુબ પ્રસિદ્ધ. થલતેજમાં આવેલો તેનો બંગલો વાઈટ બંગલો તરીકે ઓળખાય છે અને અમદાવાદના શ્રેષ્ઠ આર્કિટેક પ્લાનિંગમાં આ બંગલો છે. આ ઉપરાંત તેની ઓફિસ શીલજમાં એસ.પી.રિંગ રોડ પર આવેલી છે .