ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 માર્ચ 2024 (12:21 IST)

ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતના આ 9 ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ત્રણ વર્ષનો પ્રતિબંધ

Election Commission
- ગુજરાતના 9 ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ત્રણ વર્ષનો પ્રતિબંધ
- ચૂંટણી- 2022માં ફોર્મમાં માહિતી છુપાવતા ECIએ નિર્ણય કર્યો
- ચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદોમાં પણ દોષિત જાહેર

ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતના 9 ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. ગેરલાયક ઉમેદવારોમાં અધિકાંશ અપક્ષોનો સમાવેશ થયો છે. ચૂંટણી- 2022માં ફોર્મમાં માહિતી છુપાવતા ECIએ નિર્ણય કર્યો છે. ચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદોમાં પણ દોષિત જાહેર થયા હોવાનું કહેવાયુ છે.

ભારતના ચૂંટણી આયોગ- ECIએ લોકસભા- 2024ની સામાન્ય ચૂંટણી જાહેર કરી તેની સાથે જ ચૂંટણી લડવા અર્થાત ઉમેદવારી નોંધાવવા માટે ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવેલા વ્યક્તિઓેની યાદી પણ સાર્વજનિક કરી હતી. જેમાં ગુજરાતના નવ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ તમામે ડિસેમ્બર- 2022માં વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારીના ફોર્મમાં ખોટી માહિતી જાહેર કરી હતી.

ચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદોમાં પણ દોષિત જાહેર થયા હોવાનું કહેવાયુ છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં ગુનાની બાબતોથી લઈને નિયત કરેલી ફોર્મેટમાં તમામ વિગતો જાહેર કરવાની રહે છે. જેમાં ક્ષતિ રહેવાને તબક્કે, જાણીબૂઝીને માહિતી છુપાવવાના સંદર્ભમાં અથવા તો ચૂંટણી પ્રચાર કે મતદાન વેળાએ આચારસંહિતાના ભંગ સબબ ECI દ્વારા થતી કાર્યવાહીના અંતે તથ્યોના આધારે નિર્ણય લેવાય છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરનારા 9 વ્યક્તિઓને ત્રણ વર્ષ સુધી વિધાનસભા, લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે પ્રતિબંધ ફરમાવાયો છે. જેમાં જામનગર દક્ષિણથી ચૂંટણી લડેલા વિશાલ ત્યાગી, અલીમહંમદ પલાણી અને જામજોધપુરથી ચૂંટણી લડેલા સબ્બીર જૂનેજાને 11 સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધિત યાદીમાં મુકાયા છે. તે જ રીતે માતરના રમેશ રાવલ, નડીયાદના અયુબ વ્હોરા, દ્વારકાના કિશોર ચાવડા એને ભાવનગર દક્ષિણ બેઠકના ગોબરભાઈ બારૈયાને ઓક્ટોબર 2026 સુધી ઉમેદવારી કરવા માટે પ્રતિબંધિત કરવામા આવ્યા છે. જ્યારે લિબંડીના રમેશભાઈ ધોરિયા અને બોટાદના અમરસિંહ ધાંધલને જાન્યુઆરી 2027 સુધી ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ગેરલાયક ઠેરવવામા આવ્યા છે. ECIએ ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ગેરલાયક ઠેરવેલા ઉપરોક્ત નવ ઉમેદવારો વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે મેદાને રહ્યા હતા.