સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (13:45 IST)

મુંદ્રા બંદરે લવાયેલો યુરોપિયન દાણચોરીનો સામાનઃ ડીઆરઆઈએ 26 કરોડની એન્ટિક વસ્તુઓ કબજે કરી

antiques worth 26 crores
antiques worth 26 crores
ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓ વધી રહ્યાં છે. તેની સાથે હવે એન્ટિક વસ્તુઓ પણ હેરાફેરીની લાઈનમાં આવીને ઉભી રહી છે. DRIએ વિન્ટેજ આર્ટિકલ, પ્રાચીન વસ્તુઓ અને ઐતિહાસિક કલાકૃતિઓને સ્મગલ કરીને ભારતમાં ઘુસાડવાના પ્રયાસ દરમ્યાન કન્ટેનર મુન્દ્રા પોર્ટ થી જપ્ત કરી છે, આ તમામ સામગ્રીની કિંમત બજારમાં 26.8 કરોડ થી વધુ હોવાનો અંદેશો છે.

ડીઆરઆઈએ ચોક્કસ બાતમીના આધારે જેબેલ અલી, યુએઈથી મુન્દ્રા પોર્ટ પર આયાત કરવામાં આવી રહેલા એક કન્ટેનરની ઓળખ કરી હતી, જેને કસ્ટમ્સ સમક્ષ વિગતવાર તપાસ માટે "અનકમ્પેન્ડ બેગેજ" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. કન્ટેનરમાં જૂની મૂર્તિઓ, વિન્ટેજ વાસણો, પેઇન્ટિંગ્સ, એન્ટિક ફર્નિચર અને અન્ય મૂલ્યવાન હેરિટેજ સામાન હોવાનું જણાયું હતું, તેમાંથી કેટલાક લેખો તો 19મી સદીના છે. આમાંના કેટલાક લેખો કિંમતી પથ્થરો, સોના, ચાંદીના બનેલા હતા અથવા સોના/ચાંદીના કોટિંગવાળા હતા. જપ્ત કરાયેલી મોટાભાગની વસ્તુઓ યુરોપિયન દેશો, ખાસ કરીને યુકે અને નેધરલેન્ડની છે. કસ્ટમ્સ ડ્યુટીને ટાળવા માટે કન્સાઈનમેન્ટનું ખૂબ ઓછું મૂલ્ય હતું. ગેરકાયદેસર બજારમાં આવી વસ્તુઓની ભારે માંગ રહે છે, ત્યારે ડીઆરઆઈ, ગાંધીધામ - અમદાવાદ દ્વારા સંભવત પ્રથમવાર આ પ્રકારનો કેસ રજીસ્ટર કરી તપાસ હાથ ધરાઇ હતી