ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 એપ્રિલ 2018 (13:06 IST)

ગુજરાતમાં ફેમિલી કોર્ટે સૌથી લાંબી સજા સંભળાવી

55 વર્ષીય એક શખ્સને 22 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ શખ્સે તેની પત્નીને ગર્ભવતી હતી ત્યારે ઘરની બહાર કાઢી મૂકી હતી. 19 વર્ષથી ગુજરાન ખર્ચ ન આપ્યો હોવાથી પહેલાં કોર્ટે ભરણપોષણ માટે 7 લાખ રૂપિયા તેની પત્નીને આપવાનો આદેશ આપ્યો હતો. આરોપીની પત્ની અને તની દીકરીએ કરેલી 11 અરજીના આધારે કોર્ટે ચુકાદો આપ્યો હતો. આરોપી મધ્ય પ્રદેશનો રહેવાસી છે જ્યારે તેની પત્ની અને દીકરી અમદાવાદમાં રહે છે. આરોપીને ટ્રેસ કરી જો પૈસા ન ચૂકવે તો આરોપીને સળિયા પાછળ ધકેલવાનો ઓર્ડર આપ્યો છે. કાયદા મુજબ જો આરોપી ભરણપોષણની રકમ આપવામાં નિષ્ફળ જાય તો કોર્ટ તેને જેલની સજા ફટકારી શકે છે. સરકારી નોકરી કરતો મહેશ ગુજરાન ખર્ચ પેટે 7 લાખ ચૂકવવામાં નિષ્ફળ રહેતાં કોર્ટે 22 વર્ષની સજા ફટકારી છે.

1998માં કેસ દાખલ થયો ત્યારે કોર્ટે માસિક 650 રૂપિયા ભરણપોષણ પેટે આપવાનો આદેશ આપ્યો હતો, જે વધીને 2002માં 4500 કરી દેવાયું હતું.   30 માર્ચે ચૂકાદો આપતી વખતે પ્રિન્સિપાલ જ એમ.જે. પારીખે કહ્યું કે આરોપીને વધુ સમય આપવાની જરૂર નથી જણાતી. તેમણે કહ્યું કે આરોપીને સજા ફટકાર્યા સિવાય હવે બીજો કોઇ વિકલ્પ નથી રહ્યો.ગુજરાતમાં ફેમિલી કોર્ટે આપવામાં આવેલી આ સૌથી લાંબી સજા છે. સિનિયર વકીલ સંજીવ ઠાકરનું કહેવું છે કે, મેં મારા કરિયરની 23 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન આટલી લાંબી સજા ક્યારેય નથી સાંભળી. હું ચુકાદાને આવકારું છું, આરોપી પતિને કોર્ટનો બિલકુલ ભય નથી.  સિનિયર વકીલ એસ.વી. રાજુએ કહ્યું કે, જો કોઇ ખુનીને આજીવન કેદની સજા ફટકારવામાં આવે તો તેણે 14થી 20 વર્ષ જેલમાં રહેવું પડે છે, જો કોઇ આતંકવાદી કે એન્ટી નેશનલ એક્ટીવિટીમાં કોઇ શખ્સને આજીવન કેદ થાય તો તેણે મૃત્યુ સુધી જેલમાં જ રહેવું પડે છે અને નાર્કોટિક્સ જેવા કેસમાં આજીવન કેદની સજા મળે તો તેમણે 10થી 20 વર્ષ જેલમાં રહેવું પડે. પણ ફેમિલી કોર્ટ દ્વારા આટલી લાંબી સજા મળી હોય તેવું પહેલી વખત જોવા મળ્યું.