શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :જોધપુર , શુક્રવાર, 6 એપ્રિલ 2018 (11:22 IST)

જાણો કેવી વીતી જોધપુર જેલમાં બંધ સલમાન ખાનની પ્રથમ રાત

જેલમાં બંધ સલમાન ખાનની ગઈકાલની રાત ચિંતામા વીતી. સલમાન ખાનના ગઈકાલે જેલમાંથી અનેક ફોટો ગ્રાફ્સ આવ્યા હતા. આ ફોટોઝમાં સલમાન પોલીસ કર્મચારીઓ સાથે જોવા મળી રહ્યા હતા. 
 
મીડિયામાં આવેલ સમાચાર મુજબ સલમાન ખાને ગઈકાલે રાત્રે જેલમાં કશુ ખાધુ નહોતુ. તેના વિશે મીડિયામાં સમાચાર આવી રહ્યા હતા કે શુ તેને ઘરનુ જમવાનુ આપવામાં અવશે. પણ સલમાને ગઈકાલે કશુ જ ખાધુ નહોતુ. 
 
જેલ એસપી વિક્રમ સિંહે જણાવ્યુ કે સલમાન ખાનને કોઈ વિશેષ સુવિદ્યાઓ નથી આપી. તેમને જેલમાં પોતાની રાત લાકડીના પલંગ, ધાબળો અને એક કૂલર સાથે વીતાવવી પડી. તેમને જેલનુ જ ખાવાનુ આપવામાં આવ્યુ. જો કે સૂત્રોનુ કહેવુ છેકે સલમાને જેલનુ ખાવાનુ ખાવાની ના પાડી દીધી. તેમને ખાવા માટે દાળ-રોટલી આપવામાં આવી હતી. 
 
બીજી બાજુ સવારે સલમાને નાસ્તો પણ ન કર્યો. તે જલ્દીથી જલ્દી જેલમાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે.  
 
આજે સવારે તેમની સેશન્સ કોર્ટમાં જામીન પર સુનાવણી થવાની છે.