બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 29 માર્ચ 2022 (11:05 IST)

વડોદરામાં પુત્રવધૂનાં સૂકવેલાં વસ્ત્રો લઈને સૂંઘ્યા કરતા સસરાને જોઈ પરિવાર અચંભામાં પડ્યો

વડોદરામાં ગોત્રી વિસ્તારના સંયુક્ત પરિવારમાં રહેતી પરિણીતા લલિતા ( નામ બદલ્યું છે) સાથે તેના જ સસરા દ્વારા શારીરિક અડપલાં અને અશ્લીલ હરકતો કરવામાં આવતાં મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને મદદ માગી હતી. લલિતાએ તેનાં વસ્ત્રો ધોઈને સુકવ્યાં હોય ત્યારે એને સસરા સૂંઘ્યા કરતા હતા. આ વાતની પરિવારના અન્ય સભ્યોને જાણ થતાં તેઓ પણ ડઘાઈ ગયા હતા. અભયમ ટીમે સસરાને સમજાવીને તેમને મનોચિકિત્સક પાસે લઇ જવા જણાવ્યું હતું.અભયમની ટીમને પુત્રવધૂ લલિતાએ જણાવ્યું હતું કે છેલ્લાં 3 વરસથી તેમના સસરા જીવાભાઇ કોઈ ને કોઈ બહાને શારીરિક અડપલાં કરતા હતા. કોઈ ઘરમાં ના હોય તો તેના રૂમ આગળ ફર્યા કરે, રસોડામાં જમવાનું બનાવે તો સામે બેસીને જોયા કરે. આમ, માનસિક રીતે હેરાન કરતા હતા. પરિણીતા લલિતાએ પોતાનાં કપડાં ધોઈને સૂકવ્યાં હોય તો એ લઈને સૂંઘ્યા કરે તેમજ લઈને બેસી રહે છે. પરિવારના સભ્યો પણ તેમની હરકતોથી ડઘાઈ ગયા હતા અને તેમને ઠપકો પણ આપ્યો હતો.ગઈકાલે તેમના ઘરે પૂજા રાખવામાં આવી હતી, જેમાં મહેમાનો પણ હતા. મહેમાનોની ભીડનો લાભ લઇ સસરા જીવાભાઇ અવારનવાર પુત્રવધૂને સ્પર્શ કરતા હતા. જેથી ગભરાઇ ગયેલી લલિતાએ આ પરેશાનીથી કાયમી છુટકારો મળે એ હેતુથી 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માગી હતી.અભયમ ટીમે સસરા જીવાભાઇને પરિવારના વડીલ તરીકે આવી હરકતો શોભાસ્પદ નથી અને દીકરાની વહુ પોતાની દીકરી સમાન છે, જેનું આત્મસન્માન જાળવવા જણાવ્યું હતું. આ હરકતો કાયદાકીય અપરાધ બને છે અને સજા પણ થઇ શકે છે તેમજ સમાજમાં આબરૂના લીરેલીરા ઊડશે. આ વયે તેમને સામાજિક સેવા પ્રવૃત્તિઓ, યોગ, મનગમતી જગ્યાએ પ્રવાસ વગેરેમાં મનને પરોવવા જણાવ્યું હતું, જેથી તેમના અન્ય આવેગો ઓછા થઇ શકે. અભયમની ટીમે અસરકારક કાઉન્સેલિંગ કરતાં આખરે ઘરના વડીલને પોતાની ભૂલ સમજાઈ હતી અને પોતાની હરકતો બદલ માફી માગી હતી. તેમના દીકરાને પણ પિતાનું મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ કરાવવા અને થોડા દિવસ અલગ રહેવા સૂચન કરવામાં આવ્યું હતું