1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (10:27 IST)

રાજ્યના ખેડૂતોને ખરીદી માટે મહતમ રૂ. ૨૦૦૦ની સહાય અપાશે- કૃષિ મંત્રી રાઘવજી પટેલ

રાજ્યના ખેડૂતોના કૃષિ ઇનપુટસની જાળવણી, જણસીઓનો સંગ્રહ અને મૂલ્ય વૃદ્ધિ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી કિસાન હિતલક્ષી સરકાર દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે HDPE (High Density Poly Ethylene) માર્કવાળા ૨૦૦ લિટરની ક્ષમતાનું પ્લાસ્ટિકના ઢાંકણવાળું ડ્રમ તેમજ ૧૦ લિટરની ક્ષમતાવાળા બે ટોકર-ટબની કીટ ખરીદીની યોજના પર મહતમ રૂ.૨૦૦૦ ની સહાય આપવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
 
કૃષિ મંત્રીએ વધુ વિગત આપતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ મળેલી અરજીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂતોએ બજારમાંથી નિયત ધારાધોરણ મુજબનું પોતાની પસંદગીની કંપનીનું ઢાંકણવાળું ડ્રમ તેમજ બે ટોકર-ટબની સમયમર્યાદામાં ખરીદ કરી સબંધિત કચેરીને GST  નંબર ધરાવતું અસલ બિલ રજૂ કરવાનું  રહેશે.  
 
ખેડૂતોએ ખરીદી સમયે ડ્રમ તેમજ ટોકર ઉપર CIPET (Central Institute of Petrochemicals Engineering & Technology) દ્વારા પ્રમાણિત કર્યાનો તેમજ HDPE (High Density Poly Ethylene) નો માર્કો હોવાની ખાતરી કરીને બીલની પૂરેપૂરી રકમ ચૂકવાની રહેશે. આ ખરીદની પ્રકિયા બાદ સબંધિત કચેરી દ્વારા મહતમ રૂ.૨૦૦૦/-ની મર્યાદામાં સહાયની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે જેનો મહતમ લાભ લેવા કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.