1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 21 ડિસેમ્બર 2022 (16:47 IST)

મણિપુરમાં વિદ્યાર્થીઓને ટ્રીપ પર લઈ જઈ રહી બસ પલટી, અકસ્માતમાં 15 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત

Manipur
મણિપુરના નોની જિલ્લામાંથી સ્કૂલ બસ અકસ્માતમાં અનેક વિદ્યાર્થીઓના મોતના સમાચાર છે. અહીં વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી બે સ્કૂલ બસો બેકાબૂ થઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 15 વિદ્યાર્થીઓના મોતની આશંકા જણાવી રહી છે. સાથે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે. નોલી જિલ્લાના બિષ્ણુપુર ખૈપુર રોડ પર આ અકસ્માત થયો હતો. વિદ્યાર્થીઓને લઈ જતી બંને બસો થામ્બલાનુ ઉચ્ચતર માધ્યમિક શાળાની હોવાનું કહેવાય છે, જે તે સમયે અભ્યાસ પ્રવાસ માટે ખોપૂમ જઈ રહી હતી.
આ દુર્ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાની પણ આશંકા છે. ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે ઈમ્ફાલની મેડિસિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 20 થી વધુ વિદ્યાર્થીઓ અહીં આવી ચૂક્યા છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આજે જૂના કાચર રોડ પર સ્કૂલ બસના અકસ્માત વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. આ દુર્ઘટના બાદ વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. SDRF, મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.