ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2022 (15:12 IST)

બે ગામોમાં યોજાય છે ફેરફુંદડિયા મેળા, આ મેળાનું હોય છે આગવું આકર્ષણ

હોળી મેળાના ભાગરૂપે કવાંટ વિસ્તારના એક અને રાઠ વિસ્તારના એક એમ બે ગામોમાં જુદાં તરી આવતા ફેરફુંદડિયા પ્રકારના મેળાઓ યોજાય છે.આ મેળાઓ હોળી પછી પાનવડ નજીક રૂમડિયા અને ચિસાડીયા નજીક હરપાલપૂરા ગામે યોજાય છે. ભાવસિંહ રાઠવા જણાવે છે કે આ મેળાઓમાં આદિવાસી સમુદાયની પરંપરાગત ઇજનેરી કુશળતા પણ જોવા મળે છે.
 
આ મેળાના ભાગરૂપે ગામના મેદાનમાં ચક્રાકાર ધરી ઉપર સીધો સ્તંભ  ખોડીને તેના પર આડા લાકડા બાંધી ચકડોળ જેવી રચના કરવામાં આવે છે જે ગોળ ગોળ ફેરવી શકાય છે.તેના આડા લાકડાઓ સાથે બડવા (આદિવાસી સમુદાયના પુરોહિત જે વિવિધ પ્રસંગો એ દેવની પૂંજા કરાવે છે) ને પીઠભેર બાંધીને ખૂબ વેગ થી ગોળ ગોળ ફેરવવામાં આવે છે.આ એક રીતે કસોટીની પ્રક્રિયા છે.આ મેળાઓ આગવા આકર્ષણ સમાન છે.