ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2022 (13:57 IST)

ગુજરાતમાં હીટવેવ શરૂ, ઝડપથી વધી રહ્યું છે તાપમાન, જાણો તમારા શહેરની શું છે સ્થિતિ

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જો આમ જ ચાલશે તો હોળી સુધી કુલર અને એસીની જરૂરિયાત શરૂ થઈ જશે. દિલ્હીમાં આજે હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના છે. અહીં આખો દિવસ તડકો રહેશે. રાજધાની દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે, જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
 
આજે પણ ગુજરાતમાં આગ વરસાવતી ગરમી પડશે. હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મંગળવાર અને બુધવારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ બન્ને દિવસોમાં આકાશમાંથી અગનગોળા વરસશે. આવતીકાલથી રાજ્યમાં 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. હોળીનો તહેવાર આવ્યો નથી ને, અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આ વર્ષે રાજ્યમાં 40 ડિગ્રી સુધી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
 
ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, ગુજરાતના કેટલાક ભાગોમાં હીટ વેવથી ગંભીર હીટ વેવની સ્થિતિ શક્ય છે. જેના કારણે આગામી ચાર દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો મોટો વધારો થઇ શકે છે. ગુજરાત હવામાન વિભાગના અનુસાર પાંચ દિવસ સુધીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધીનો પહોંચશે. આ ઉપરાંત આગામી દિવસોમાં ઓડિશાના કેટલાક ભાગો અને રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાં હીટ વેવની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણપૂર્વ અને તેની નજીકના દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં છે. હિંદ મહાસાગર પર વધુ એક ચક્રવાતી પરિભ્રમણ આવેલું છે. આના કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં હળવા વરસાદની ગતિવિધિઓ થઈ શકે છે. 
 
 હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત સુરત, ડીસા, ભુજ અને રાજકોટ જેવાં શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, અમદાવાદમાં સોમવારથી ગરમીનો પારો ઉંચકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં હિટવેવનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે, ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર અને કંડલા પોર્ટ પર ગરમી 40 ડિગ્રીની આસપાસ પહોંચતાં લોકોએ ઉનાળો આવ્યાનો અનુભવ કર્યો હતો.