શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃષીકા ભાવસાર|
Last Updated : શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (09:42 IST)

ગાંધીનગર જૂના સચિવાલયના બ્લોક નંબર 16ની કચેરીમાં આગ, 3 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે

Fire in the office of Block No. 16 of Gandhinagar
આજે વહેલી સવારે ગાંધીનગર જૂના સચિવાલયના બ્લોક નંબર 16 ની કચેરીમાં આગ લાગી હતી. વિકાસ કમિશ્નર કચેરીની બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજા માળમાં આવેલી કચેરી આગની લપેટમાં ઘેરાઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાયરની 3 ગાડીઓ આગ પર કાબુ મેળવવા કામે લાગી ગઇ છે. જોકે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી.
Fire in the office of Block No. 16 of Gandhinagar

ગાંધીનગરમાં જૂના સચિવાલયના બ્લોક નંબર-16માં લાગેલી આગને અત્યારે કાબૂમાં લેવામાં આવી છે. તેવામાં પ્રાથમિક માહિતી અનુસાર વિકાસ કમિશનરની બિલ્ડિંગમાં આગ લાગી છે. જોકે હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું નથી. બીજા માળ પર આગ લાગવાની ઘટના બનતા સમયસર ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. ત્યારપછી આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
Fire in the office of Block No. 16 of Gandhinagar