બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (11:39 IST)

ધોળકામાં ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતાં પાંચ લોકોના મોત

dholka accident news
dholka accident news


- ધોળકાના પુલેન સર્કલ પાસે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગમખ્વાર અકસ્માત
-  5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત
- દાહોદના શ્રમિકો મજૂરી કામ માટે બોલેરોમાં બેસી રાણપુર જઈ રહ્યા હતા

અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગમખ્વાર અકસ્માત થયો હતો. બંધ ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતા 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. લોહી ભરેલા ખાબોચિયામાં મૃતદેહો પડ્યા હોય તેવાં દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા છે.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે. દાહોદના શ્રમિકો મજૂરી કામ માટે બોલેરોમાં બેસી રાણપુર જઈ રહ્યા હતા. ત્યારે ધોળકાના પુલેન સર્કલ પાસે અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ બોલેરો અંદર રહેલા લોકો લોહીલુહાણ હાલતમાં બહાર રસ્તા પર ફેંકાયા હતા. ઘટનાને પગલે અરેરાટી મચી ગઈ હતી. જ્યારે ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.અકસ્માતમાં ઈજાગ્રસ્ત બેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલમાં બંને દર્દીની હાલત સ્થિર છે. એક દર્દીને સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવાનને સર્જરી વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે પાંચ મૃતકોને ધોળકાની જ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.