બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 24 જાન્યુઆરી 2024 (18:42 IST)

ચીનમાં મોટી દુર્ઘટના, દુકાનોના ભોંયરામાં આગ લાગવાથી 25 લોકોના મોત

China Fire Accident
 ચીનના દક્ષિણ જિઆંગસી પ્રાંતમાં કેટલીક દુકાનોના ભોંયરામાં  લાગેલી આગમાં 25 લોકોના મોત 
ચીનના દક્ષિણ જિઆંગસી પ્રાંતમાં કેટલીક દુકાનોના ભોંયરામાં લાગી આગ

China Fire Accident: ચીનમાં આગની મોટી દુર્ઘટના સર્જાઈ છે. આગને કારણે 25 લોકોના મોત થયાના અહેવાલ છે. સ્થાનિક સરકારનું કહેવું છે કે ચીનના દક્ષિણપૂર્વ જિયાંગસી પ્રાંતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે ચીનના દક્ષિણ જિઆંગસી પ્રાંતમાં કેટલીક દુકાનોના ભોંયરામાં લાગેલી આગમાં 25 લોકોના મોત થયા છે. સ્થાનિક સરકારે આ ઘટનાની જાણકારી આપી હતી. આટલું જ નહીં, શિન્યુ શહેરમાં લાગેલી આગમાં લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, સરકારી નિવેદનમાં કેટલા લોકો ઘાયલ થયા છે તે જણાવવામાં આવ્યું નથી.
 
ચીનમાં અગાઉ પણ આગની ઘટનાઓ બની છે
અગાઉ પણ ચીનમાં આગની અલગ-અલગ ઘટનાઓ બની હતી. આ ઘટનાઓમાં 21 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલાઓમાં ઘણા શાળાના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે પ્રથમ ઘટના હેનાન પ્રાંતના યાનશાનપુ ગામની છે, જ્યાં શુક્રવારે રાત્રે લગભગ 11 વાગે યિંગકાઈ સ્કૂલમાં આગની જાણ થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 વિદ્યાર્થીઓના મોત થયા છે.
 
આગ કાબૂમાં આવી
સ્થાનિક ફાયર વિભાગે જણાવ્યું કે આ દુર્ઘટના બાદ બચાવકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લીધી. સમાચાર એજન્સી પીટીઆઈએ ચીનની સમાચાર એજન્સી સિન્હુઆને  કહ્યું કે આગમાં દાઝી જવાને કારણે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
 
પ્રોડક્શન વર્કશોપમાં વિસ્ફોટને કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યા
તાજેતરમાં બનેલી અન્ય એક ઘટનામાં પૂર્વી ચીનના જિઆંગસુ પ્રાંતના ચાંગઝોઉ શહેરમાં એક પ્રોડક્શન વર્કશોપમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય આઠ લોકોને થોડી ઈજા થઈ હતી.