મંગળવાર, 14 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Updated : સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (13:03 IST)

Special Story - અહી પ્રસાદરૂપે મળેલ ધાન્યને અનાજના કોઠારમાં રાખવાથી બારેમાસ ખૂટશે નહિ એવી લોકવાયકાઓ

adivasi kuldevi
ગુજરાતની સ્થાપત્ય કલા, સાંસ્કૃતિક અને સામાજિક વારસો બહુમૂલ્ય અને ગૌરવવંતો છે. અહીં ઉજવાતા ઉત્સવો સહિત વિવિધરંગી મેળાઓ પણ તેમાં અનન્ય સ્થાન ધરાવે છે. દરેક મેળાઓ તેની અલગ વિશેષતાઓને લીધે લોકપ્રિય છે. જેમાં વિવિધ ધર્મ, જાતિ, ભાષાના લોકો પોત-પોતાના રીતિ-રિવાજો અનુસાર હર્ષોલ્લાસ સાથે મેળાઓ અને ઉત્સવોની ઉજવણી કરે છે. આ મેળાઓ જનજીવનમાં ચેતનાનો નવો સંચાર કરે છે. 
kuldevi padori mata
ગુજરાત સહિત નર્મદા જિલ્લાનો વારસો વૈભવપૂર્ણ વૈભવપૂર્ણ વારસો ધરાવતી ગુજરાતની ભૂમિ પર ઉજવાતા અનેક પ્રકારના ઉત્સવો, મેળાઓમાં આદિવાસી સમાજમાં અનેરું સ્થાન ધરાવતા ગોળગધેડા, ચૂલ, રંગપંચમી, ગળદેવ, ચાડિયા અને ડાંગ દરબારના મેળા સહિત વધુ એક મેળો આદિવાસીઓ માટે આસ્થાનું અનન્ય કેન્દ્ર છે, એ છે દેવમોગરાનો મેળો. નર્મદા જિલ્લાના દેવમોગરા ગામે આદિવાસી સમાજના લોકો દ્વારા દર વર્ષે આ મેળાની પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. 
કુદરતના ખોળે વસેલા આદિવાસીઓની જીવનશૈલી અને રીત-રિવાજોની સાથે મેળાઓની ઉજવણી પણ ખાસ અને અનોખી હોય છે. આદિવાસી સમાજના આસ્થાનું કેન્દ્ર એટલે સાગબારા તાલુકા નજીક આવેલું દેવમોગરા ખાતેનું પાંડોરી માતાનું મંદિર. અનાદિકાળથી દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિર ખાતે મહાશિવરાત્રીએ ભવ્ય મેળો ભરાય છે, જે પાંચ દિવસ સુધી ચાલે છે. પાંડોરી માતાના મંદિરના સાનિધ્યમાં યોજાતો દેવમોગરા માતાજીનો મેળો ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. 
kuldevi padori mata
મહાશિવરાત્રીએ શિવની નહિં પરંતુ શક્તિની પૂજા દેવમોગરા ખાતે યોજાતા આ લોકમેળામાં આદિવાસીઓના સંસ્કૃતિના અનોખા દર્શન થાય છે. અહીં મહાશિવરાત્રીએ શિવની નહિં પરંતુ શક્તિની પૂજા થાય છે. મેળા ખાતે રાજવી પરિવારના વંશજ દ્વારા સૌ પ્રથમ પૂજા કરવાની પરંપરા અત્યાર સુધી જળવાયેલી છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાખો શ્રદ્ધાળુઓ મા પાંડોરીના દર્શનાર્થે આવે છે. 
kuldevi padori mata
નર્મદા જિલ્લાના સાતપૂડાની ગીરીમાળામાં આવેલ આદિવાસી લોકસંસ્કૃતિના ભવ્ય દર્શન કરાવતો સૌથી મોટા લોકમેળામાં દર્શનાર્થીઓ પગપાળા, બળદગાળા સહિત અન્ય માધ્યમો દ્વારા અહીં પોતાની બાધા આખડી માનતા પૂરી કરવા આવે છે. નૈવેધમાં પહેલી ધારનો દેશી દારૂ અને ખેતીનો પ્રથમ પાક ચઢાવવાની અનોખી પરંપરા આ મેળામાં લાખોની સંખ્યામાં આવેલ શ્રદ્ધાળુઓ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકારો થકી પોતાની સંસ્કૃતિને ઉજાગર કરે છે. દર્શનાર્થએ આવનાર શ્રદ્ધાળુઓ ખેતીનો પહેલો પાક માતાજીને અર્પણ કરે છે. 
 
શક્તિની આરાધના સમાપાંડોરી માતાને નૈવેધમાં નવા વાંસમાંથી બનાવેલ ટોપલીઓમાં ખેતીનો પહેલા પાક/ધાન્ય સહીત માનેલી માનતા આધારે ચીજ-વસ્તુઓ લાવીને માતાજીને અર્પણ કરીને પૂજાઅર્ચના કરે છે. પ્રસાદ રૂપે મળેલ ધાન્યને અનાજના કોઠારમાં રાખે છે જે બારેમાસ ખૂટશે નહિં એવી લોકવાયકાઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેવમોગરા ખાતે નૈવેધ તરીકે પહેલી ધારનો દેશી દારૂ ચઢાવવાની અનોખી પરંપરા જોવા મળે છે. 
 
દેવમોગરાને યાત્રાધામ તરીકે વિકસાવવાની તૈયારી આદિવાસી સમાજની અન્નપૂર્ણા સમા કુળદેવી પાંડોરી માતા, કોની યાહા તથા યાહા મોગી તરીકે પણ ઓળખાય છે. ભારતીય પૌરાણિક સંસ્કૃતિ જળવાય અને તેનું સંવર્ધન થાય એ માટે હંમેશા પ્રયત્નશીલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃ્ત્વ હેઠળ રાજ્ય સરકાર દેવમોગરાનાને યાત્રાધામ તરીકે વિકસાવવાનું આયોજન છે.