1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 મે 2021 (12:22 IST)

દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વચ્ચે 41.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યમાં સૌથી ગરમ શહેર

પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. સતત ત્રીજા દિવસે 41.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી બે દિવસ રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહ્યાં બાદ દક્ષિણ ગુજરાત સહિત કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બુધવારે અમદાવાદ 41.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે લધુતમ તાપમાન 27.3 ડિગ્રી નોંધાયું હતું. જોકે, છેલ્લાં બે દિવસમાં પ્રમાણમાં અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાન 2થી 4 ડિગ્રીનો ઘટાડો છતાં ગરમ પવનોની અસરથી ગરમીનું જોર યથાલત રહ્યું હતું.

સમગ્ર રાજ્યમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર 41.1 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેર બન્યા હતા. જ્યારે રાજકોટ- 41.0, વલ્લભ વિધાાનગર અને અમરેલી- 40.5 તેમજ ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહ્યાં બાદ શુક્રવારે વાતાવરણમા પલટો આવવાની સાથે દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.