1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 ઑગસ્ટ 2022 (16:55 IST)

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી લડશે કે નહી? આઠમ પર ખોલી દીધા પત્તા

rupani
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધર્મપત્ની અંજલિબેન સાથે આજે સવારે શક્તિપીઠ અંબાજીની મુલાકાત લીધી હતી. અને તેમણે અંબાજી માતાના દર્શન કરીને આરતીનો લાહવો લીધો હતો. અને નિજ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. શક્તિપીઠ અંબાજી મંદિરના પૂજારી દ્વારા વિજય રૂપાણીને કુમકુમ તિલક કરી માતાજીની ચૂંદડી ઓઢાડી હતી. અંબાજી મંદિરના પૂજારીએ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને માતાજીનું શ્રી યંત્રની ભેટ અર્પણ કરી હતી. મંદિરમાં દર્શન બાદ માતાજીની ગાદીએ પણ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
 
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાર્ટી જે કહેશે તેમ કરીશ, જ્યાંથી લડાવશે ત્યાંથી લડીશ નાં પાડશે તો નહીં લડું. તેમજ ભારતીય જનતા પાર્ટી પુન: સક્રિય થાય તે માટે પ્રયત્ન કરશું. વિજય રૂપાણીએ મંદિરમાં દર્શન બાદ માતાજીની ગાદીએ પણ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત વિજય રૂપાણીએ ગતરાત્રિએ રાજસ્થાનમાં બનેલી અક્સમાતની ઘટના બાબતે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. 
 
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે, રાજસ્થાનમાં અક્સમાતમાં ભોગ બનનાર દાંતાના કુકડી ગામના મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે માતાજીને પ્રાર્થના કરી. ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ બને તેવી માતાજીને પ્રાર્થના કરીએ.