મંગળવાર, 1 એપ્રિલ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2023 (08:21 IST)

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર

S K langa
S K langa
પૂર્વ કલેક્ટર એસ કે લાંગાના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર- ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદા ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

લાંગાના ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે લીધેલા રેવન્યુ નિર્ણયોની તપાસ માટે નિવૃત્ત IAS વિનય વ્યાસાની નિમણૂક કરાઈ હતી, એસ.કે.લાંગાના 21 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. અત્રે જણાવીએ કે, વિવિધ મુદ્દાઓના આધારે પોલીસે રિમાન્ડની માંગ કરી હતી. 
 
પોલીસે આજે એસ.કે.લાંગાના ફર્ધર રિમાન્ડની માગણી દરમિયાન જણાવ્યું હતું કે, આરોપીના રિમાન્ડ દરમિયાન પોતાની પાસે રહેલી ગાડીની ડેકીમાં સંતાડેલો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે ચેક કરતા તેમાં ઘણા વ્યવહારો તથા સંપર્કો કોડવર્ડની ભાષામાં થયેલ હોવાનું જણાયેલ છે.