1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , સોમવાર, 20 મે 2024 (18:41 IST)

ISISના ચારેય આતંકીઓ સ્યુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતાઃ DGP વિકાસ સહાય

Four ISIS terrorists were ready to become suicide bombers
Four ISIS terrorists were ready to become suicide bombers
એરપોર્ટ પરથી ગુજરાત ATSએ ઈસ્લામિક આતંકવાદી સંગઠન ISISના ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યાં છે. આ આતંકીઓ હવાઈ માર્ગે ગુજરાતમાં પ્રવેશ્યા હતા. તેઓ ચેન્નઈ એરપોર્ટથી ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. બે અઠવાડીયા પહેલા જ ગુજરાત ATSને આતંકીઓ આવવા હોવા અંગે બાતમી મળી હતી. જેને પગલે ATSએ રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ વોચ ગોઠવી હતી. એરપોર્ટ પરથી આતંકવાદીઓ ઝડપાતાં હાઇ એલર્ટ જેવી સ્થિતિ ઊભી થઈ છે. આ ચારેય આતંકીઓ મૂળ શ્રીલંકન નાગરિક છે અને તેઓ અમદાવાદ શા માટે આવ્યા છે? ગુજરાત તેમજ ભારતમાં કોઈ મોમેન્ટ છે કે કેમ? એના કોઈ સ્લીપર સેલ છે કે નહીં એની તપાસ માટે ગુજરાત ATS દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
 
કોલંબોથી અમદાવાદ વાયા ચેન્નાઈની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી
ગુજરાત ATSના DySP હર્ષ ઉપાધ્યાયને 18 મે, 2024ના રોજ બાતમી મળી હતી કે, ચાર વ્યક્તિ જે શ્રીલંકાના નાગરિકો અને રહેવાસી છે. તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'ઇસ્લામિક સ્ટેટ' (ISIS)ના સક્રિય સભ્યો છે. તેમણે ભારતમાં કોઈ સ્થળે આતંકવાદી કૃત્યને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું છે અને આતંકવાદી કૃત્યને અંજામ આપવા તેઓ 18 કે 19 મેના રોજ ફ્લાઈટ અથવા ટ્રેન મારફતે અમદાવાદ આવવાના છે. આ બાતમીના આધારે ગુજરાત ATSની ટીમ દ્વારા ફ્લાઈટ્સ અને ટ્રેન બુકિંગ મેનિફેસ્ટો અંગેની માહિતી મેળવી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ચારે શ્રીલંકન નાગરિકોની ટિકિટ એક જ PNR પર બુક કરવામાં આવી છે અને તેઓ કોલંબોથી અમદાવાદ વાયા ચેન્નાઈની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી છે. તેઓના બોર્ડિંગનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર ATSની ટીમ બનાવી વોચ રાખવામાં આવી હતી. 
gujarat ats
gujarat ats
આતંકીઓ પ્રોટોન મેલનો ઉપયોગ કરતા હતા
આ ચારેય આતંકીઓ 19મીએ સવારે ચેન્નાઈ પહોંચ્યા અને સાંજે 8 વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ બહાર આવ્યા ત્યારે ATSની ટીમે ડિટેઇન કર્યા હતા. એરપોર્ટ પર તેમને ઇંગ્લિશમાં નામ પૂછતાં નુસરત, ફારીસ, નફરન, રસદીન હોવાનું જણાવ્યું હતું. તેમની પાસેથી બે મોબાઈલ અને ભારત અને શ્રીલંકાના પાસપોર્ટ મળી આવ્યા હતા. એક ISISનો ફ્લેગ પણ મળી આવ્યો હતો. મૂળ શ્રીલંકાના ચારેય લોકો ફેબ્રુઆરી 2024માં પાકિસ્તાનના અબુ સાથે સંપર્કમાં આવ્યા હતા. ચારેય લોકોને ભારતમાં કોઈ કૃત્ય કરવા માટે તૈયાર કરાયા હતા.પાકિસ્તાનના અબુના કહેવાથી આરોપીઓ સ્યુસાઇડ બોમ્બર બનાવ તૈયાર થયા હતા. પાકિસ્તાનથી 4 લાખ શ્રીલંકન રૂપિયા ટ્રાન્ફર કરવામાં આવ્યા હતા. નાના ચિલોડા પાસે હથિયાર રાખ્યા હતા. તે હથિયાર ત્યાં જઈને ફોટો મુજબ મળી આવ્યા હતા. પકડાયેલા આતંકીઓ પ્રોટોન મેલનો ઉપયોગ કરતા હતા. 
 
આતંકીઓના મનસૂબા જાણવા દુભાષીયાની મદદ લેવાઈ
આતંકીઓ તમિલ ભાષા બોલતા હોવાથી તેમના મનસૂબા જાણવા દુભાષીયાની મદદ લેવામાં આવી છે. દુભાષીયા મારફતે ચારેયની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'ઈસ્લામિક સ્ટેટ' (IS)ના સક્રિય સભ્યો છે અને અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ છે. તેમજ તેઓનો હેન્ડલર અબુ પાકિસ્તાની છે. ISના હેન્ડલર પાકિસ્તાની અબુએ તેઓને જણાવ્યું હતું કે, તે હથિયારોના ફોટા તથા તે હથિયારો જે જગ્યાએ છુપાવ્યા છે તે જગ્યાના ફોટા તથા તેનું લોકેશન પ્રોટોન ડ્રાઈવ તથા પ્રોટોન મેઈલ ઉપર શરે કરશે અને તે જગ્યાએ જઈ હથિયારો મેળવી લેવા અને ત્યાર બાદ આ હથિયારોનો ઉપયોગ કઈ જગ્યાએ અને કયા ટાર્ગેટ ઉપર કરવાનો છે તેની જાણ કરવામાં આવશે.
 
ચારેય શખસો પાસેથી મળી આવેલી વસ્તુઓ
મોહમ્મદ નુસરથ પાસેથી મળેલા ફોનમાં તેઓએ પ્રતિબંધિત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાવવા હીજરા કરવા, અબુ બકર બગદાદીએ બતાવેલા માર્ગ પર ચાલવા તથા યહૂદીઓ અને ખ્રિસ્તીઓ તથા BJP અને RSSના સભ્યોને પાઠ ભણાવવા તેમજ મુસ્લિમ સમુદાય પર થતા અત્યાચાર સામે હુમલાખોરોને પાઠ ભણાવવા માટે તત્પર હોવાના પુરાવા મળી આવ્યા છે.ચારેય શખસો પાસેથી પ્રોટોન ડ્રાઈવમાં 5 ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. જે ફોટોગ્રાફ્સ પાણીની કેનાલ, મોટા પથ્થરોની નીચે બખોલમાં ગુલાબી કલરના પાર્સલમાં રાખેલી કોઈ વસ્તુ, બ્રાઉન સેલોટેપ વીંટાળેલું ગુલાબી કલરનું પાર્સલ, ઝાંડના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખાણ અને આજુ બાજુમાં ગોઠવેલી ત્રણ પિસ્ટલ આકારના પાર્લસ તેમજ ત્રણ પિસ્ટલ તથા ત્રણ લોડેડ મેગેઝિન હોવાનું જાણવા મળ્યું છે.ચારેય શખસો દ્વારા ઉપયોગમાં લેવાતા Protonmailમાં એક સેલ્ફ ઇ-મેઈલ મળી આવ્યો હતો, જેમાં કોઈ જગ્યાના Geo Co-ordinates લખેલા હતા.