ગાંધીધામની મહિલાની બંને આંખોમાં કુદરતી રીતે અલગ કલરઃ ઈન્ડીયા બુક રેકોર્ડ્સમાં સ્થાન

Last Modified ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (11:23 IST)

ગાંધીધામ નિવાસી તથા વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલી કરીશ્મા માનીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સના 2020ના બુકમાં પોતાનું નામ અંકિત કરી દીધું છે. આ રેકોર્ડમા તેમણે બંને આંખોમાં કુદરતી રીતે અલગ કલર હોવાથી આ ઉપલબ્ધિ મળી છે. ઈન્ડીયા બુક ઓફ રેકોડ્સ 2020માં ગાંધીધામની કરીશ્મા વિશે નોંધ કરતા જણાવાયું છે કે તેની એક આંખનો કલર હેઝલ તો બીજાનો રંગ બ્લેકીશ બ્રાઉન છે. જે મેડીકલ સાયન્સમાં દુર્લભ સ્થિતિ છે. જેને હેટેરોક્રોમીઆ આઈરીડમ કહેવામાં આવે છે. કરીશ્માએ આ અંગે જણાવ્યું હતું કે જે બંન્ને કલરની તેમની આંખો છે, તે બંન્ને અલગ અલગ તેમના માતા પિતાની પણ છે. જેથી તેમની પિતાની અને માતાના પ્રતિનીધી રુપે તેને અલગ અલગ એટલે કે જમણામાં હેઝલ અને ડાબી આંખમાં બ્લેકીશ બ્રાઉન રંગની છે. રેકોર્ડ્સમાં સ્થાન બદલ તેમણે ઈશ્વર, કુદરત અને માતા, પિતાનો આભાર વ્યક્ત કર્યો હતો. દેશમાંથી આ પ્રકારનો હજી સુધી એક જ કિસ્સો સામે આવ્યાનો દાવો થયો છે. 
 
 
 
 


આ પણ વાંચો :