રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (12:20 IST)

અમદાવાદમાં કિશોરીનું પાણીપુરી ખાવાથી મોત

પાણીપુરી ખાવાથી મોત- અમદાવાદમાં પાણીપુરી ખાધા બાદ હિપેટાઈટિસ થઈ જતા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડ્યું. જોકે તેમ છતાં બાળકીનું મોત થઈ ગયું .  14 વર્ષની છોકરીને પાણીપુરી ખાધા બાદ લીવરને લગતી બીમારી હિપેટાઇટિસ 'ઈ' થયું અને તે વકરતાં તેને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની ફરજ પડી હતી. જોકે, લીવર ટ્રાન્સપ્લાન્ટના થોડા દિવસ બાદ પણ સ્વાસ્થ્ય કથળતાં 13 વર્ષીય કિશોરીનું મૃત્યુ થયું હતું.
 
વિગતો મુજબ, શહેરમાં 14 વર્ષની એક છોકરીએ પાણીપુરી ખાધાના થોડા સમય બાદ પેટમાં અસહ્ય દુઃખાવાની ફરિયાદ કરી હતી. જે બાદ ડોક્ટરની દવા લીધી છતાં તેના પેટ દુઃખાવામાં ફરક પડી રહ્યો નહોતો. એવામાં અન્ય ટેસ્ટ કરાવતા છોકરીને હિપેટાઈટિસ ઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે શરીરમાં એટલું વકરી ગયું હતું કે લીવરને ભારે નુકસાન પહોંચ્યું હતું.