બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. મારુ ગુજરાત
  3. અમદાવાદ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (13:13 IST)

અમદાવાદમાં કોર્પોરેશનની કચરાની ગાડીએ બાઈકચાલકને અડફેટે લીધો, સારવાર પહેલાં જ મોત નિપજ્યું

A motorcyclist was hit by a corporation garbage cart
A motorcyclist was hit by a corporation garbage cart
અમદાવાદમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વધી રહેલા ટ્રાફિક અને ઓવરસ્પિડને કારણે થતાં અકસ્માતોની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. ત્યારે શહેરમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહને એક વ્યક્તિને અડફેડે લેતાં તેનું સારવાર પહેલાં જ મોત નિપજ્યું છે.

આ ઘટનાને પગલે પોલીસને પણ જાણ પોલીસ કાફલો તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માત સર્જી કોર્પોરેશનનો ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.ઓઢવ રીંગ રોડ પાસે ગઈકાલે મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાવેશ પટેલ નામનો યુવક બાઈક લઈને રીંગ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કચરાના વાહને તેની બાઈકને અડફેટે લીધી હતી. જેના કારણે તે નીચે પટકાયો હતો અને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ યુવકને સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ કોર્પોરેશનનો વાહનચાલક ઘટનાસ્થળે ફરાર થઈ ગયો હતો.

આ બનાવવાની જાણ થતા ટ્રાફિક પોલીસના અધિકારીઓ તેમજ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે આરોપીને પકડવા માટે અધિકારીઓએ સૂચના આપી હતી. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસને સૂચના આપી છે. આરોપીને જો કોઈ મદદ કરશે તો તેની સામે પણ કાર્યવાહી કરવાની પોલીસે તૈયારી કરી લીધી છે.