બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (16:59 IST)

અમદાવાદના ખાનપુરમાં પૈસાની લેતિ દેતીમાં હત્યા, છરીના ઘા મારી આધેડનો ખેલ ખતમ કરી નાંખ્યો

અમદાવાદમાં દિવસો દિવસ ક્રાઈમનો ગ્રાફ વધી રહ્યો છે. નજીવી વાતમાં લોકો એકબીજાની હત્યા પર ઉતરી આવે છે. જેને જોતા લાગે છે કે લોકો હથિયારો લઈને જ ફરી રહ્યા છે. ગઈકાલે મોડીરાત્રે પણ અમદાવાદમાં આવો જ એક કેસ બન્યો છે. જ્યા ઉછીના આપેલા પૈસા પરત માગતા હત્યા કરી દેવામાં આવી છે.ખાનપુરમાં રહેતા સાબિર હુસેન ઉર્ફે બેન્જરે 5 વર્ષ અગાઉ એક શખ્સને ઉછીના 20 હજાર રૂપિયા આપ્યા હતા જે પરત લેવા માટે ઉઘરાણી કરતા હતા ત્યારે જે વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હતા તે વ્યક્તિએ સાબિર હુસેનને પૈસા લેવા માટે બોલાવ્યા અને મોટી છરી વડે પાંચ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.સાબિત હુસેનના મોત મામલે શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
શાહપુરમાં રહેતા નાવેદ હુસેને શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  નોધાવી છે કે ગઈકાલે રાતે સાડા અગિયાર વાગે તે ખાનપુર બાઈ સેન્ટર પાસે આવ્યો ત્યારે તેનો મિત્ર કહેવા લાગ્યો કે ખાનપુરમાં કોઈને છરી વાગી છે આપણે જોઈને આવીએ બંને મિત્રો એક્ટિવા લઈને છરી વાગેલા વ્યક્તિને જોવા ગયા ત્યારે નાવેદના જ કાકા સાબિર હુસેન ઉર્ફે બેન્જર જ લોહીલુહાણ હાલતમાં પડેલા હતા.બંને હાથ તથા પીઠના ભાગે ઇજાના ઈશાન પણ હતા.જેથી નાવેદના તાત્કાલિક તેં કાકાને રીક્ષામાં બેસાડીને વી.એસ હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો.
 
આ દરમિયાન ઘાયલ સાબિર હુસેને નાવેદને જણાવ્યું હતું કે ખાનપુરમાં ભીમ દરવાજા પાસે રહેતા શાહનવાઝ ઉર્ફે સાનુબાપુ સૈયદને પાંચ વર્ષ અગાઉ લગ્નમાં મટન લાવવા માટે 20 હજાર ઉછીના આપ્યા હતા જે પરત લેવા તેઓ ઉઘરાણી કરતા હતા પરંતુ શાહનવાઝ પૈસા પરત આપતો નહતો.આજે શાહનવાઝે ફોન કરીને સાબિર હુસેનને પૈસા લેવા માટે બોલાવ્યા હતા.સાબિર હુસેન ત્યાં પહોંચતા જ તેમને શાહનવાઝે છરીના ઘા માર્યા હતા.સાબિર હુસેનને સારવાર માટે વી.એસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.
 
હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.સીસીટીવી કેમેરા મુજબ સાબિર હુસેન એક્ટિવા લઈને આવ્યા હતા ત્યારે શાહનવાઝ તેમની પાસે આવ્યો અને મારવા લાગ્યો ત્યારે સાબિર હુસેન એક્ટિવા પરથી ઉતર્યા હતા અને શહનાવઝ પાછળ દોડ્યા ત્યારે શાહનવાઝે જાહેરમાં છરીના એક બાદ એક પાંચ ઘા માર્યા હતા.ઘા વાગ્યા જ સાબિર હુસેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.સમગ્ર મામલે શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.