ગુરુવાર, 9 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (14:22 IST)

ગ્રીષ્મા હત્યા કેસ: ફેનિલે ગુનો ન કબુલ્યો

Grishma murder case: Fenil pleaded not guilty
ગ્રીષ્મા મર્ડર કેસમાં કોર્ટમાં હત્યારા ફેનિલે ગુનો કબુલવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટ રૂમમાં ગ્રીષ્માના હત્યારા ફેનિલે કહ્યું હતુ કે, તેને ગુનો કબુલ નથી. આરોપી ફેનીલને કોર્ટ પૂછ્યું કે, શું ગુનો કબુલ છે? ત્યારે ફેનિલે ના પાડી હતી.
 
સુરતના કામરેજના પાસોદરા ખાતે એક તરફી પ્રેમનાં પાગલ 20 વર્ષીય યુવકે 21 વર્ષીય યુવતીનું ગળું કાપી જાહેરમાં રહેંસી નાખી હતી. યુવકે ગ્રીષ્માની માતા અને ભાઈની આંખ સામે જ તેનું ગળું કાપી નાખ્યું હતું. જાહેરમાં બનાવ બનતાં તથા હત્યાનો વીડિયો ફરતો થતાં માત્ર સુરત જ નહિ આખા રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીથી દીકરીને બચાવવા માટે પરિવારે અગાઉ સાત-સાત વાર સમાધાનના પ્રયાસો કર્યા હતા. જોકે તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા અને સમાજના ડરે પોલીસ ફરિયાદ નોંધાવી નહિ, જેનું ગંભીર પરિણામ સામે આવ્યું હતું.