1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (13:11 IST)

પોલીસબેડામાં સર્જાઇ અભૂતપૂર્વ ઘટના, 4 દિવસમાં 3 વાર સસ્પેન્ડ થયા આ પીએસઆઇ

રાજ્યામાં હમણાં છેલ્લા સમયથી ખાણ અને ખનીજની ચોરીનું દુષણ વધી ગયું છે. ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લામાં આ પ્રકારે રેતી ચોરીના દુષણના લીધે જિલ્લા પોલીસ વડાએ સંપૂર્ણ સ્ટાફ બદલી નાખ્યો છે. તેમજ પીએસઆઇ પી.બી.લક્કડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહી  પોલીસવડાએ તેમને વધુ બે અલગ અલગ મામલામા વધુ બે સસ્પેન્શન ઓર્ડર પકડાવી દીધા હતા.
 
અત્રે નોંધનીય છે આમ માત્ર ચાર દિવસમાં ત્રણ વખત સસ્પેંડ કરાયા હોય તેવી પ્રથમ ઘટના હશે. આ અગાઉ પહેલાં ક્યારેય પોલીસબેડામાં આ પ્રકારની ઘટના બની નથી.  અમરેલી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પી.બી.લક્કડને ખુબ જ ટૂંકાગાળામા ત્રણ વખત સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે.
 
તાલુકા પોલીસ મથકની હદમા બેફામ રેતી ચોરી ચાલતી હોય અને પોલીસ દ્વારા હપ્તાખોરી કરાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા જિલ્લા પોલીસ વડાએ તેની સામે તપાસ ઉભી કરી સસ્પેન્ડ કરી દીધા હતા. આ ઉપરાંત અન્ય બે કેસમાં પણ તપાસ ચાલી રહી છે. આ જ એરિયામાં દારૂની હેરાફેરીના કેસમાં પણ તેમને સસ્પેંડ કરતો ઓર્ડર પકડાવી દેવામાં આવ્યો હતો. 
 
એટલુ જ નહી એક આરોપી સામે અટકાયતી પગલા લેવામા કસુર કરવા સબબ તેમને ત્રીજી વખત પણ સસ્પેન્શનનો ઓર્ડર આપી દેવાયો હતો.બદલીઓનો દોર આગળ ધપાવતા આજે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે એલસીબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ગિરીરાજસિંહ જાડેજાને અમરેલી હેડ કવાર્ટરમાં મૂકી દીધા હતા. એસઓજીમાથી 70 ટકા સ્ટાફની બદલી કરાયા બાદ હવે એલસીબીની સાફસફાઇ શરૂ કરાઇ છે.